India

સાવધાન! વોટરપાર્કમાં જતા પહેલા આ એક વિડીયો જરૂર થી જોજો સર્જાઈ એવી દુર ઘટના કે

અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે. ત્યારે લોકોને વોટરપાર્ક માં જવાનું ખુબ જ ગમે છે. અને ત્યાં ભીડ એટલી બધી વધી જાય છે કે વાત જ ન પૂછો. અને લોકો વોટર પાર્કમાં જઈ ને ખૂબ જ મોજ મસ્તી પણ કરતા હોય છે. પરંતુ હા, મોજ મસ્તી કરવા કરવામાં જ્યારે બેદરકારી કરી બેસે છે ત્યારે ઘણો મોટો અકસ્માત પણ થઈ શકે છે. અને થોડાક દિવસ પહેલા એક અજમેરના બિરલા વોટર સિટી પાર્ક માં એક કિસ્સો બન્યો છે. અને તેમાં સ્લાઇડ કરીને આવતા એક યુવક સાથે તમે બીજો યુવક અથડાઈ જાય છે અને ત્યારબાદ પૂલમાં ઉભેલા એક યુવક સાથે અથડાઇ છે અને તે યુવકનું મોત થઈ જાય છે. આમ આવો જ એક કિસ્સો રાજસ્થાનના ઝાલાવાડ વોટર પાર્કમાં પણ સામે આવ્યો છે. આ કિસ્સામાં પણ કંઇક એવું જ થાય છે અને તે વોટર સ્લાઈડ સાથે અથડાઈ જાય છે અને તે યુવક ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. આમ આ વોટર પાર્ક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ તીવ્રતાથી વાયરલ થઈ ગયો છે. અને આ સમગ્ર વિડિયો કોટા રોડ પર આવેલ મુકુન્દરાય વોટરપાર્ક નો છે તેવું જણાવવામાં આવે છે.

આ સમગ્ર વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા ઉપર થી સ્લાઈડ કરીને નીચે આવતી હોય છે અને પાણીમાં એક યુવક ઊભો રહ્યો હોય છે. આમ તે મહિલા જેવી સ્લાઇડ કરીને નીચે આવે છે અને તે યુવકની સાથે અથડાય છે અને તૈયારીમાં જ તે યુવકના માથા માંથી લોહી નીકળવા લાગે છે. આમ તે યુવકને બચાવવા માટે બીજો યુવક તેને પાણીમાંથી બહાર કાઢે છે અને તેના માથામાંથી ઘણું બધું લોહી નીકળે છે એમ તે યુવકને એસઆરજી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવે છે.

વોટર પાર્કમાં ભૂતકાળમાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ બની ગયેલા હોય છે અને લોકો ઈજાગ્રસ્ત પહોંચે છે અથવા તો મૃત્યુ થઈ જાય છે. આ સમગ્ર ઘટના બની તેના આધારે હજુ સુધી કોઈ જ કેસ નોંધાવવામાં આવ્યો નથી. આમ આ વોટરપાર્ક ના સંચાલક શ્રી એ લોકોને સાવચેતી રાખવાનું જણાવ્યું છે. અને તે વોટરપાર્ક ના મેનેજર જણાવે છે કે આ પ્રકારની કોઇ જ ઘટના અમારે ત્યાં બની નથી અને તે જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે ખોટો છે. અને ત્યાંના મેન વ્યક્તિ ઝાલાવાડ કોટવાલી પ્રભારી એ કહ્યું હતું કે આવો કોઈ પણ કેસ અહીં દાખલ થયો નથી. આમ સોશિયલ મીડિયા ઉપર આ જે વીડિયો વાયરલ થયો છે તે અજમેરના વોટરપાર્ક માં બનેલી ઘટના હોય તેવું જણાવવામાં આવ્યું છે. અને તેને શેર કરવામાં આવ્યો છે.

એક માહિતી મળ્યા અનુસાર આ વિડીયો ઝાલાવાડનો છે. અને અજમેરમાં જે યુવકના પેટમાં બીજા યુવક માથું અથડાઈ ગયું હતું તે જગ્યાએ ઝાલાવાડમાં સ્લાઈડ કરતી મહિલાનો પગ પૂલ માં ઉભેલા યુવકના માથા સાથે અથડાઇ ગયો હતો. ગરમીની ઋતુમાં લોકો વોટરપાર્કમાં જવા માટે નીકળી જતા હોય છે, અને આવી ગરમીમાં પાણી માં રહેવું દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ તે અમુક વખત તમારી માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. તેથી વોટરપાર્ક ના મેનેજર તથા સંચાલકો જણાવે છે કે કોઈપણ વ્યક્તિએ સ્લાઈડ ની બાજુમાં ઊભું રહેવું જોઈએ નહીં, અને કોઈ પણ વ્યક્તિને સ્લાઈડ કરતી વખતે ધક્કો મારવો જોઈએ નહીં. નહીં તો કોઈ પણ રીતે અકસ્માત સર્જાઇ શકે છે. અને તમે કોઈપણ વોટરપાર્કમાં જતા હોય ત્યાં કોઈપણ સ્લાઈડ વિશે તમને માહિતી ન હોય તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!