Gujarat

રાજકોટ મા પાડોશીએ જ પાડોશી ની હત્યા કરી નાખી કારણ માત્ર એટલુ હતુ કે…

રાજકોટ શહેરમાં હમણાંના ઘણા બધા અજીબો-ગરીબ કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. અને તેમાં એક કિસ્સો એવો બન્યો છે કે પાડોશીમાં જ રહેતા એક ભાઇની હત્યા તેમના જ પાડોશમાં રહેતા એક ભાઈએ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો કિરીટભાઈ અને મોન્ટુ ભાઈ બંને એકબીજાના પાડોશી છે, અને કિરીટભાઈ ની હત્યા મોન્ટુ ભાઈ નામના એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિએ કરી દીધી હતી. અને જ્યારે આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થઈ ત્યારે થોડા જ કલાકમાં ગાંધીગ્રામ પોલીસે આરોપી મોન્ટુ ને પકડી લીધો હતો. અને આમ તો પોલીસની પૂછપરછમાં મોન્ટુ એ કિરીટભાઈ ની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અને તેનું કારણ તમે ચોંકી જશો તેવું સામે આવ્યું છે. અને આરોપી મોન્ટુ પહેલા પણ ઘણા બધા ગુનાહિત કેસોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં આવેલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાગેશ્વરમાં એક પાડોશી ની હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો હતો. અને આમ જ્યારે પોલીસને પ્રથમ તબક્કામાં માહિતી મળ્યા અનુસાર કીરીટ ભાઇને ખૂબ જ ગંભીર ઇજા પહોંચાડવાના આરોપમાં મોન્ટુ વિરુદ્ધ આઈપીસીની કલમ 307 તથા જીપી એક્ટ ની કલમ હેઠળ ગુનો કર્યાની નોંધ કરી હતી. અને ત્યારબાદ કિરીટભાઈ સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આમ આ સમગ્ર કિસ્સામાં કીરીટ ભાઇની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.

જ્યારે આ સમગ્ર ઘટના બની અને પોલીસે મોન્ટુની ધરપકડ કરી હતી ત્યારે મોન્ટુ ને પૂછતાછ કરવામાં આવી હતી અને મોન્ટુ એ કિરીટભાઈ ની વાત જણાવતા કહ્યું હતું કે તે બંને એકબીજાના પાડોશી હતા, અને કિરીટભાઈ ઘણી વખત તેમના ઘરે આવતા અને ધાર્મિક તથા સત્સંગની વાતો કરતાં હતા. મોન્ટુએ કહ્યું હતું કે ઘણી વખત મને તેમની આ બધી બાબતોથી ખૂબ જ કંટાળો આવતો હતો.

જ્યારે પોલીસે આગળ વધુ પુછતાછ કરી ત્યારે મોન્ટુ એ જણાવ્યું કે “શનિવારે હું મારા ઘરે શાંતિથી બપોરે ઊંઘતો હતો અને એવામાં કિરીટભાઈ મારે ઘરે આવ્યા હતા અને તેઓ વારંવાર બેલ વગાડી ને મને ઉઠાડતા હતા ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવી જતા હું ઉભો થયો અને પાવડાનો ડંડો લઈને તેમના માથા તથા પગના ભાગે મારવા લાગ્યો. આમ પાવડાનો ડંડો તેમના પગ અને માથામાં વાગવાને કારણે તેમને ઘણી બધી ઈજા પહોંચી ગઈ હતી. અને તેના કારણે જ તેમને સારવાર કરવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. “

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા કેટલાય સમયથી કોઈ જ કામ ધંધો કરતો ન હતો. અને તે પહેલાં પણ 2012માં ઘણા બધા હત્યાના ગુનામાં સંડોવાયેલો છે તથા તેના કરેલા આ ગુનાને કારણે તે 6 વર્ષ સુધી જેલમાં પણ રહ્યો હતો. અને મોન્ટુએ જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી બહાર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!