Upcs ની પરીક્ષા મા પાસ થય ગયો યુવક અને પેંડા પણ વહેંચી નાખ્યા પણ સાચી હકીકત સામે આવી તો હાર્ટ એટેક આવી ગયો..
હાલમાં જ UNION PUBLIC SERVICE COMMISSION 2021 નું પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં અનેક યુવાન યુવતીઓ પાસ થયા છે, ત્યારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે.બુંદલ શહેરમાં રહેતો એક યુવાન Upcs ની પરીક્ષા મા પાસ થય ગયો અને પેંડા પણ વહેંચી નાખ્યા પણ સાચી હકીકત સામે આવી તો હાર્ટ એટેક આવી ગયો. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે એ હકીકત શું હતી કે, જેના લીધે યુવાનને હાર્ટ એટેક જ આવી ગયો.
આ યુવાન એ જ્યારે પરિણામ જોયું ત્યારે તેની ખુશીનો પાર ન હતો અને પાડોશીઓને પેંડા પણ ખવડાવ્યા પણ 24 કલાક પછી તેને જે હકીકત જાણવા મળીએ ખૂબ જ ચોંકાવનારી સામે આવી અને તાત્કાલિક જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ વાત સાંભળીને કોઈનાં પણ મનમાં એ વિચાર જરૂર આવે કે, એવી તે કંઈ હકીકત સામે આવી કે યુવાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
આ ઘટના અંગે જાણીએ તો ઉત્તમ ભારદ્રાજને ગેરસમજ થઈ ગઈ હતી રિઝલ્ટ જોવામાં અને આ ખબર તેને રિઝલ્ટ જાહેર થયાનાં 24 કલાક પછી ખબર પડી. હકીકત એવી હતી કે, ઉત્તમ પોતાનો રોલ નંબર અને પિતાનું નામ જોયા વગર જ રિઝલ્ટ જોઈ લીધું અને દરેક લોકોને કહ્યું કે તે પાસ થઈ ગયો.તેને લાગ્યું કે તેને 121મો રેન્ક મળ્યો છે અને પરિવારમાં પણ ખુશીઓ છવાઈ ગઈ હતી અને પાડોશન મીઠાઈઓ વહેંચવામ આવી તેમજ મીડિયા ને પણ આ વાતની જાણકારી આપી.
જ્યારે 24 કલાક પછી ઉત્તમ ને ખબર પડી કે તે પાસ નથી થયો તો તેને હાર્ટ એટેક આવી ગયો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઉત્તમ ભારદ્વાજે વિચાર્યું કે તેને121મો રેન્ક મેળવ્યો છે, જ્યારે હકીકતમાં હરિયાણાના સોનીપતના વિદ્યાર્થી ઉત્તમ ભારદ્વાજે પરીક્ષામાં આ સ્થાન મેળવ્યું છે. નામની સમાનતા અને રોલ નંબર યોગ્ય રીતે ન જોવાને કારણે ઉત્તમને ગેરસમજ થઈ હતી. જ્યાં વિદ્યાર્થી ઉત્તમનો રોલ નંબર 3516894 છે જ્યારે વિદ્યાર્થી ઉત્તમનો રોલ નંબર 3516891 છે.
ઉત્તમને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેણે પત્ર લખીને બધાની માફી માંગી. પોતાના પત્રમાં માફી માંગતા તેણે લખ્યું કે, “હું ઉત્તમ, મારા હૃદયના ઊંડાણથી, હું કહું છું કે મને માફ કરશો કે મારા દસ્તાવેજમાં રોલ નંબર નોંધતી વખતે મારી ભૂલને કારણે, UPSC CSC 2021 માં મારી પસંદગી મોકૂફ રાખવામાં આવી છે. ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. કૃપા કરીને મને આ ભૂલ માટે માફ કરો.”
