Gujarat

સુરતની નગર પ્રાથમિક શાળાનાં ઉડયા ધજાગરા! 6 ધો.વિધાર્થીની બેગમાંથી મળી એવી વસ્તુઓ કે…

સુરત શહેરમાં દિવસે ને દિવસે અનેક બનાવો બની રહ્યા છે. ખરેખર સુરત શહેરમાં હવે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ભેસ્તાન વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 6ના વિદ્યાર્થીઓની બેગ તપાસતા હુક્કા માટે અલગ અલગ ફ્લેવર ઉપયોગમાં લેવાતા હોય તેવા માદક પદાર્થ મળી આવતા સૌ કોઈ ચોંકી ગયા.

આ પહેલી ઘટના નથી કારણ કે અવારનવારસુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને લઈને અનેક વિવાદો સામે આવતા રહે છે. હાલમાં સુરતમાં આપનું પ્રભુત્વ ચાલી રહ્યું છે, ત્યારે વાલીઓએ આ શાળાની અંદર ચાલતી પ્રવૃત્તિઓ અંગે શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાને જાણ કરી હતી અને તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન માદક પદાર્થો મળી આવ્યા તે ખૂબ જ ગંભીર બાબત છે. વાલીઓ દ્વારા પણ વારંવાર શાળાના કેમ્પસમાં સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદો કરી હતી.આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાએ મળેલા માદક પદાર્થ અંગે શાળાના આચાર્ય તેમજ સમિતિના ચેરમેન ને જાણ કરી હતી. વિદ્યાર્થીઓ પાસે જે માદક પદાર્થ મળ્યું છે. તેની મૌખિક રીતે વાત કરી હતી અને ત્યારબાદ શાળાની અંદર સિક્યુરિટી વધારવામાં આવે તેમ જ અસામાજિક તત્વો અંદર દાખલ ન થાય તેના માટે સીસીટીવી મૂકવામાં આવે એ બાબતનો લેખિત પત્ર આપ્યો છે.

આપના નેતાએ પત્ર લખી જાણ કરી છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને કહ્યું કંઈ મળ્યું નથી અને કહ્યું કેઆપના નેતા રાકેશ હિરપરા જે વાત કરી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. ખરેખર હવે હકીકત શું છે એ તો સમય આવે ત્યારે સામે આવી જશે પરંતુ હાલમાં આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે અને વાલીઓમાં પણ શાળા પ્રત્યે રોષ ભરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!