ગુજરાત ના આ ગામ મા ઘોડીનુ બેસણું યોજાયુ ! જાણો શા માટે આ “શોભા” નામની ઘોડી આટલી ખાસ હતી…??
આજના સમયમાં અનેક પ્રકારના અવનવા સમાચારો સામે આવતા હોય છે. આજે આપણે એક એવા જ દુઃખદ અને આશ્ચયજનક સમાચાર વિશે જાણીશું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગુજરાતના અબડાસા વિસ્તારમાં ‘શોભા’ નામની ઘોડીના મૃત્યુ બાદ એક પરિવારે બેસણુ રાખવામાં આવ્યું હતું. આ વાત સાંભળીને કોઈને પણ અજુકતું લાગે અને કોઈને આ હાસ્યજનક પણ લાગે. ખરેખર આ ઘટના એ આપણને શીખવે છે કે, દરેક જીવ એ લાગણી અને પ્રેમ થી જ વ્યક્તિ સાથે જોડાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, શોભાએ કચ્છ, કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં અનેક ઈનામો જીત્યા હતા. ચાલો આપણે આ ઘટના વિશે વધુ માહિતગાર થઈએ. હાલમાં જ 7 મે 2022ના દિવસે ગુજરાતની ખૂબ પ્રસિદ્ધ ઘોડી “શોભા” જે વિંઝાણના જાડેજા પ્રાગજીભા અમરસિંહજીના દીકરા હકુમાતસિંહજી પ્રાગજીભા પાસે છેલ્લા 20 વર્ષથી હતી અને આજ શોભાનું જ્યારે નિધન થઈ ગયું તો પરિવારનાં સભ્યની જેમ જ તેનું બેસણું પણ રાખવામાં આવ્યું.

આવી ઘટનાઓ આપણને અનેકવાર જોવા મળતી હોય છે કે, વ્યક્તિ પોતાના પ્રિય પ્રાણીઓને ઘરના સભ્ય જેવો જ પ્રેમ આપે છે. તમને જાણીને આશ્ચય થશે કે, શોભાએ કચ્છ અને કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં ઘણા ઇનામો જીત્યા છે તે ઘોડીથાન પાસેના સોનગઢ લાખાબાપુની જગ્યાની વછેરી હતી.શોભા ઘોડીની ઉંમર 32 વર્ષની હતી. હકુમતસિંહના પરિવારની ખૂબ નજીક હતી. જ્યારે શોભા એ આ દુનિયામાં થી વિદાય લીધી ત્યારે પરિવારનાં પોતાનો જ કોઈ સભ્ય ગુમાવવા જેવું જ દુઃખ થયું.

આખરે દરેક લોકો માટે પ્રેરણા રૂપ બને એવું આ પરિવારે કાર્ય પણ કરેલ. અબડાસા વિસ્તારમાં પ્રથમ આવી રીતે પશુ પ્રેમનું ઉદાહરણ પૂરું પાડે તેવું શોભાનું બેસણું તેમને પોતાની વાડીએ રાખ્યું હતું. સગા-સંબંધીઓ અને અશ્વપ્રેમીઓ બેસણાં આવ્યા હતા. ખરેખર હાલમાં આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે તેમજ લોકો જે જીવદયા અને તેમના પ્રત્યે પ્રેમ અને લાગણી રાખવાનો એક સંદેશ આપી રહી છે.
