અમદાવાદના ખાડિયા મા ભાજપ ના કાર્યકર ની જાહેર મા હત્યા ! હત્યા મા એવા વ્યક્તિ નુ નામ સામે આવ્યુ કે…
ગુજરાત ના મોટા શહેરો મા સતત ગુનાખોરી નુ પ્રમાણ સતત વધી રહ્યુ છે ત્યારે અમદાવાદ મા એક ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમા અંગત અદાવત ના કારણોસર અમદાવાદ ના ખાડિયા વિસ્તાર મા ચાર પાંચ વ્યક્તિઓ દ્વારા બેસબોલ ના ધોકા વડે ભાજપ ના કાર્યકર ની ધોળા દીલસે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર અમદાવાદ ના ખાડિયા વિસ્તાર મા આ ઘટના બની હતી જેમા કુખ્યાત મોન્ટુ નામદાર સહિત પાંચ શખ્સોએ રાકેશ ઉર્ફે બોબી પર બેઝબોલ દંડા-લાકડીઓના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટના અંગે નુ મુખ્ય કારણ અંગત અદાવત હોવાનુ જાણવા મળેલ છે જ્યારે આ ઘટના ખાડીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
જો આ ઘટના મા મૃતક રાકેશ ની વાત કરવામા આવે તો તેવો બોબી તરીકે જાણીતો છે અને ભાજપ નો સક્રીય કાર્યકરા છે જ્યારે અમદાવાદ મા આંબાવાડી વિસ્તાર મા રહે છે અને ગાંધીરોડ પર કેબલ ઓપરેટર અને બાંધકામ ના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ ઘટના બનતા ની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જેમા સ્થાનીક પોળ ના લોકો ને પુછતા કોઈએ જવાબ દેવા માટે તૈયાર રહોતું જ્યારે પોલીસ તપાસ મા મોન્ટુ નામદાર નુ નામ સામે આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે બોબી પર જ્યારે પાંચ જેટલા શખ્સો હુમલો કરી રહ્યા હતા ત્યારે જ મૃતક નો મીત્ર પવન ગાંધી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને રાકેશને માર મારતા જોઈ ગયા તેવામાં હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા. જ્યારે બાદ રાકેશ ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ એ ખસેડવા મા આવ્યો હતો જયા તબીબી તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટના અંગે અમદાવાદ ના ખાડીયા પોલીસ દ્વારા હત્યા નો ગુનો નોંધવામા આવ્યો છે.
જો આરોપી મોન્ટુ નામદાર ની વાત કરવામા આવે તો તેના વિરુદ્ધમાં અનેક ગુના નોંધાયા છે. જ્યારે લગ્નના કૌટુંબિક ઝઘડામાં આરોપી મોન્ટુ નામદારે અગાઉ પણ એક હત્યા કરી છે. ખાડીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. હાલ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
