Gujarat

વડોદરા ની આ યુવતીએ પંડીત અને વરરાજા વગર જ ક્ષમા એ લગ્ન કરી લીધા ! જુવો લગ્નીની ખાસ તસ્વીરો

વડોદરા શહેરની આ માત્ર 24 વર્ષની છોકરીએ એક અનોખા લગ્ન કર્યા છે. અને તેમાં તેને પોતાની સાથે જ લગ્ન કરવાની એક જાહેરાત કરી હતી, અને આ સમગ્ર ઘટના સંપૂર્ણ દેશમાં ખૂબ જ ચર્ચામાં આવી ગઇ હતી, ત્યારે આ યુવતીએ જણાવ્યું હતું કે તે 11 તારીખે લગ્ન કરશે, પરંતુ હવે તેને આઠમી તારીખે જ પોતાના લગ્ન કરી લીધા છે. ક્ષમા પોતાના આ નિર્ણય માટે ઘણા બધા વિવાદોમાં ફસાઇ ગઇ હતી, અને આ વિવાદમાં ફસાઈ ગયા બાદ તેને પોતાના મિત્રોને સાથે રાખીને જ લગ્નનું આયોજન કરી લીધું હતું. એમ તે એક સામાન્ય દુલ્હનની જેમ જ તૈયાર થઈ હતી, અને તેને પોતાના માથામાં સિંદૂર લગાવ્યું હતું. તથા ગળામાં મંગળસૂત્ર પણ પહેરેલું હતું તેના લગ્ન બીજા બધા લગ્ન કરતા કંઇક અલગ દેખાવા મળતા હતા. તેમાં કોઈ જ વર નહોતો અને પૂજારી જે પૂજા કરાવે છે તે પણ ન હતા અને જાનમાં આવનાર કોઈ જાનૈયા પણ ન હતા.

જયારે ક્ષમાએ પોતાની જાત સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ત્યારે તેને 11 જૂનના દિવસે આત્મ વિવાહ કરશે તેવી માહિતી આપી હતી. પરંતુ ત્યારબાદ ઘણી બધી તકલીફો આવતા તેને પોતાના નિર્ણયમાં બદલાવ કર્યો હતો. ત્યારબાદ તેને 8મી જુલાઇના રોજ પોતાની સાથે લગ્ન કરી લીધા હતા, આમ શરૂઆતમાં તેને એક મંદિરમાં જઈને લગ્ન કરશે તેવું વિચાર્યું હતું, પરંતુ તેની આસપાસ વિરોધો એટલા બધા ઉભા થઈ ગયા કે તેને આ પગલું ભરવું પડ્યું હતું. આમ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં આ પગલું ભર્યું હતું. તેથી તેમને મંદિરમાં લગ્ન કરવાનું વિચાર્યું નહતું.

આમ તેમને એક મીડિયા સાથે વાત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આમતો એમના લગ્ન સત્તાવાર રીતે તો થઇ જ ગયા છે. અને એમને જણાવ્યું હતું કે આ તેમના ભારતમાં પહેલા લગ્ન છે અને તેવી હું પહેલી મહિલા છું.

તેમને જણાવ્યું હતું કે હું મારાં આ લગ્નથી ખુબજ ખુશ છું. અને તેમને એવુ પણ જણાવ્યું હતું કે હવે આખરે મારાં લગ્ન થઇ ગયા છે. અને તે ખુબજ ખુશ હતી. આમ તેમને બુધવારની રાત્રે ગોત્રીમાં પોતાનાજ ઘરે એક 40 મિનિટમાં એક ડિજિટલ વિધિ કરીને પોતાની સાથે જ લગ્ન કર્યા હતા. અને આ લગ્ન માં જે મહત્વનું હોય એવા વરરાજા અને પૂજારી જ હાજર નહતા. અને ક્ષમાએ જણાવ્યું હતું કે મારાં લગ્ન બીજાના લગ્ન કરતા એકદમ અલગ જ છે અને “હું એક એવી પહેલી દુલ્હન છુ જેને સાસરે જવું પડ્યું નથી. ”

તેમને એવું કહ્યું હતું કે ગામ ના 24 પંડિતોએ આ લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી, અને અંતમાં જ્યારે એક પંડિત તૈયાર થયા હતા ત્યારે તેમને અને લગ્નના દિવસે જ ના પાડી દીધી હતી. આમ મારા લગ્નનો રાજકીય વિરોધ થયો હતો અને તેના જ કારણે કોઈપણ પંડિતોએ મારું લગ્ન કરાવવાની ના પાડી હતી. અને મને કોઈ મંદિરમાં પણ લગ્ન કરવા માટે મંજૂરી મળી ન હતી. તેથી મેં અને મારા મિત્રોનો સહયોગ લીધો હતો અને બીજી જગ્યાએ જ મારું લગ્ન થાય તેવું નક્કી કર્યું હતું. હું નથી ઈચ્છતી કે મારા લગ્નમાં હજુ બીજો કોઈ વિવાદ ઉભો થાય તેથી અમે જગ્યા જાહેરમાં જણાવી ન હતી. અને અમે લોકોએ પંડિત ન હોવાથી ડિજિટલ વિધિથી જ લગ્ન પુરા કર્યા તેવું તેમણે જણાવ્યું હતું અને તેમણે એવું પણ કહ્યું હતું કે હું મારા લગ્નમાં મહેંદી તથા દરેક રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા.

ક્ષમા બિલકુલ દુલ્હન જેવી લાગી રહી હતી, અને તે દુલ્હનની જેમ જ માથામાં સિંદૂર તથા મંગળસૂત્ર પહેરીને બહાર આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!