Gujarat

સુરત ના મોહમ્મદ ઈમરાને છત્તીસગઢ ની 19 વર્ષ ની યુવતી ને સુરત બોલવી એવો કાંડ કર્યો કે જાણી ને હચમચી જશો ! જાણો શુ…?

આજના સમયમાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક ચોંકાવી દેનાર ઘટનાઓ બનતી હોય છે.હાલમાં જ સુરત શહેરમાં એક ખૂબ જ ચોંકાવી દેનાર બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત ના મોહમ્મદ ઈમરાને છત્તીસગઢ ની 19 વર્ષ ની યુવતી ને સુરત બોલવી એવો કાંડ કર્યો કે જાણી ને હચમચી જશો. ચાલો મેં આપને આ ઘટના થી વિગતવાર ચર્ચા કરીએ.

આ કિસ્સો દરેક યુવાનો અને તરુણવયના લોકો માટે લાલ બતી સમાન કિસ્સો છે. સોશિયલ મીડિયામાં ફ્રેંડશીપ કરવી એ ખૂબ જ જોખમી બની શકે છે. કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ મુકવો નાં જોઈએ કારણ કે દરેક વ્યક્તિ સારો નથી હોતો. 19 વર્ષની યુવતી સાથે પણ એવું જ થયું. યુવતી જેને પોતાનો પ્રેમી સમજીને છત્તીસગઢ થી ગુજરાત આવી મળવા એ પણ કોઈપણ જાતની ઓળખાણ વિના એ જ યુવકે યુવતી સાથે એવું કૃત્ય કર્યું કે તમે જાણીને હચમચી જશો.

આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી જાણીએ તો બંને સોશિયલ મીડિયા મારફતે મિત્રો બન્યા હતા. અને બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. માર્ચ મહિનામાં યુવતી છત્તીસગઢથી સુરત આવી હતી. અને સુરતમાં યુવકે તેને એક હોટેલમાં રોકી હતી, જ્યાં તેણે યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે, એક મહિના બાદ યુવતીએ લગ્નની વાત કરતાં યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે યુવતીએ યુવક સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર 19 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે છત્તીસગઢ રહેતી હતી. તેના પિતા એક ખેડૂત છે. આઠ મહિના અગાઉ ફેસબુક ઉપર તેની મુલાકાત સુરતના ભરીમાતા રોડ ઉપર આવેલાં નર્માવાલા કોટેજમાં રહેતાં 19 વર્ષીય મોહમ્મદ ઈમરાન રેન સાથે થઈ હતી. જ્યારે બંને એકબીજાની ખુબ જ નિકટ આવી ગયા, ત્યારે મોહમ્મદે તેને પ્રપોઝ કર્યું હતું અને સુરત આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

યુવતી 1 માર્ચ 2022ના રોજ તે સુરત આવી પહોંચી હતી. મોહમ્મદ ઈમરાન રેન એક મજૂર છે અને તે ટાઈલ્સ ફીટિંગનું કામ કરે છે. યુવતી સુરત આવતાં મોહમ્મદે તેને એક હોટેલમાં રોકી હતી. અને અહીં તેણે લગ્નની લાલચ આપી અનેક વખત યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને છેતરાયાની લાગણી અનુભવતાં તેણે મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને મોહમ્મદ ઈમરાન રેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!