Gujarat

ગોંડલ ના રમેશભાઈ રૂપારેલીયા એ ગૌ આધારિત એવી પ્રોડક્ટ બનાવી કે આજે દુનિયાના 123 દેશો મા વેચાણ કરે છે. જેમા ખાસ કરી ને ઘી

આપણા ગુજરાતમાં એક ખેડૂતે ખૂબ જ ગજબની અનોખી સિદ્ધિ મેળવી છે. અને તેની માટે તેમને ગીર ગૌ જતન સંસ્થા બનાવી હતી અને તેમાં ગૌ આધારિત ખેતી કરી હતી. તેના આધારે વિશ્વના ઘણા બધા દેશોમાં ગુજરાતનું નામ ખેડૂતે રોશન કર્યું છે. તેની સાથે સાથે જ આ ખેડૂતે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે.

રમેશભાઇ રૂપારેલીયાની ગૌ જતન સંસ્થા માંથી તેમનું 3500 થી 51000 રૂપિયાના ભાવે પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે. અને તે સંસ્થા ગોંડલથી 7 કિલોમીટર દૂર વોરાકોટડા રોડ પર આવેલ છે. આજકાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે તેવા સમયે રમેશભાઇ રૂપારેલીયા નામના એક ખેડૂતે ગોંડલ પંથકના વિવિધ ખેડૂતો પણ ગીરની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા જોવા મળ્યા છે.

ગીર ગૌ જતન સંસ્થા ગામની ગૌશાળા તથા સંસ્થા તે લોકો ચલાવી રહ્યા છે. અને આ સંસ્થામાં ગાયના ગોબરથી કરેલા આવાસ ના મકાનો બનાવવામાં આવ્યા છે. અને તેમાં ગામડાના કુદરતી વાતાવરણની વચ્ચે ગોંડલના રમેશભાઇ રૂપારેલીયાની ગીરની ઘણી બધી ગાયો છે. ત્યાં રહેલી ગાયોનો લાલન-પાલન વૈદિક શાસ્ત્ર અનુસાર સરકાર આયુર્વેદિક પદ્ધતિ અનુસાર જ કરવામાં આવે છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવે છે, અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. અને તેમાં પણ આ સમગ્ર ગાયમાં ગીરની ગાયનું મહત્વ સૌથી વધુ જોવા મળે છે.

ગીર ગાયનું મહત્વ વધુ હોવાના કારણે ગૌશાળામાંથી બનતું ઘી તથા દૂધ આ ગાય આધારિત બનતી અલગ-અલગ પ્રોડક્ટનું સમગ્ર દેશમાં નહિ પરંતુ અમેરિકા સુધી તથા વિશ્વના કુલ 123 દેશોમાં તેનું વેચાણ કરવામાં આવે છે. અને જાણવા મળ્યું છે કે વિદેશોમાં પણ ગીર ગાયના દૂધમાંથી બનતી વિવિધ પ્રોડક્ટની ખૂબ જ માંગ જોવા મળે છે. અને લોકો તેને ખૂબ જ પસંદ કરતા હોય છે. તેવા સમયમાં ખૂબ જ નવાઇની વાત છે કે આ સંસ્થાની ગૌશાળામાં ઘી, દૂધ અને છાશ તો બને છે પરંતુ તેની સાથે સાથે અગરબત્તી સેવન સાબુ અને શેમ્પૂ સહિતની ગાય આધારિત 170 જેટલી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અને 30 જેટલા ગાયનું ઘી પણ બનાવવામાં આવ્યું છે. આમ તેનું ઓનલાઇન વેચાણ પણ કરવામાં આવ્યું છે.

આ ગીર ગૌ જતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ આયુર્વેદિક અને વૈદિક શાસ્ત્રોથી તૈયાર કરે અલગ પ્રકારના ઘી બને છે, અને તેમાં 3300 રૂપિયાથી લઈને 51000 રૂપિયા સુધીનો ઘી વેચાય છે, અને આ એક કિલોના ભાવ જણાવવામાં આવ્યા છે. આ સંસ્થામાં જે 51000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી વેચાય છે. તેની વાત કરીએ તો આ ઘીને બનાવવા માટે ગાયને 34 પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીનું સેવન કરાવવામાં આવે છે. અને આ ઘીને લેવા માટે અલગ અલગ વિસ્તારોમાંથી લોકોની લાઈનો લાગી છે, અને તેમાં આરબના શેઠ થી લઈને અમેરિકા સુધીના લોકો આ ઘીને લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે.

આ ખેડૂત પાસેથી એક વાત આપણે ચોક્કસ શીખી શકીએ અને જરૂરથી કહી શકાય કે જો વ્યક્તિ ઇચ્છે તો ગમે તે કરી શકે છે અને તે કાદવ માંથી કમળ પણ ઉગાડી શકે છે. રમેશભાઈએ પોતાની આવડતથી પોતાની ખેતીને આધારિત બનાવી અને તેમજ તેમને પોતાની ખેતી કરવાની સાથે-સાથે ગીર ગાયના દૂધ માટે અવનવી પ્રોડક્ટ્સ બનાવી લે છે, આમ તેઓ કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. આમ અલગ અલગ રાજ્યના બીજા ખેડૂતો પણ આ પ્રકારનો માર્ગ અપનાવે તેવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!