બળાત્કાર ના આરોપીઓએ ને ગામ લોકોએ જોવતા સળગાવ્યા , એક નુ મોત… જાણો ક્યા ની ઘટના…??
ઝારખંડમાં આવેલ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારના વસુવા અંબાટોલીમાં મોડી રાત્રે એક બનાવ બની ગયો હતો તેમાં બળાત્કારના આરોપમાં ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ તે યુવક સાથે ખૂબ જ મારપીટ કરી હતી અને ઝઘડો પણ કર્યો હતો ત્યારબાદ કેરોસીન છાંટીને જ તે બંને યુવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને તેમાં એક યુવકનું મોત થઈ ગયું હતું.
આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન વિસ્તાર થી 15 કિલોમીટર દૂર એક ગામમાં બની હતી. અને તેમાં ઝારખંડના ઉમરા જિલ્લા માં ગામના લોકોએ બે યુવકો ઉપર બળાત્કારનો આરોપ મૂકયો હતો અને તેમાં ગામના લોકો તે બંને ઉપર ખૂબ જ રોષે ભરાયા હતા. ત્યારે સુનીલ ઉરાંવ અને આશીષ કુમાર નામના બે યુવકોને કેરોસીન છાંટીને જીવતા સળગાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તે બંને યુવકોને જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ તેમાં સુનિલ ઉરાંવનું મૃત્યુ થઈ ગયું હતું. અને બીજા એક વ્યક્તિ આશિષકુમાર ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તેમને હોસ્પિટલમાં જ દાખલ કરી રાખ્યા છે.
આ સમગ્ર ઘટના એવી રીતે બની હતી કે એક 17 વર્ષની યુવતી પોતાના માતા-પિતા સાથે એક લગ્નમાં ગઈ હતી, અને ત્યારબાદ જ્યારે તે પોતાના માતા-પિતા સાથે પોતાના ગામ ફરીથી પાછા આવતા હતા ત્યારે તેમને ગામમાં જવા માટે કોઈ જ બસ મળી નહીં તેથી ત્યાં તે જ સમયે પેલા બે યુવકો પસાર થયા હતા, અને યુવતીના પિતાએ તેમને વિનંતી કરી હતી કે તેઓને પોતાના ગામ જવા માટે બસ મળતી નથી તેથી તેમની દીકરીને તેઓ બાઈક ઉપર તેમના નામ લઇ જઇને ઘરે મૂકી આવે.
જ્યારે આ બંને યુવકો તેમના જ ગામના હોવાથી તે પિતાએ તેમના ઉપર વિશ્વાસ કરીને તેમની દીકરીને મોકલી દીધી હતી. પરંતુ આ બંને હેવાનો એ તેની ઉપર રસ્તામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેને તેના ઘરે જઈને મૂકી આવ્યા હતા. આમ જ્યારે માતા પિતા ગમે તેમ કરીને પોતાના ઘરે પહોંચ્યા તે વખતે આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ પરિવારના લોકોને કરી હતી. આમ ગામના લોકો તથા પરિવારના લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. તે બંને યુવકોને ખૂબ જ માર્યા હતા અને ત્યારબાદ તેમના ગામ આંબોલી લઈને આવ્યા, અને બંને ઉપર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી ત્યારબાદ પણ ગામના લોકો ખૂબ જ ગુસ્સામાં હતા, અને તેમ આરોપીઓ પર તેમની તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો.
જ્યારે પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા, અને તેમાં સુનિલ ઉરાવ ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું, તેની સાથે જ બીજો યુવક આશિષ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઇ ગયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના બની ત્યારથી પોલીસ ત્યારથી જ તે ગામમાં જ બેસવા લાગ્યા છે, અને ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયેલ યુવકે જણાવ્યું હતું કે તેમને આવું કંઈ જ ખોટું કામ તે યુવતી સાથે કર્યું નથી. પરંતુ ગામના લોકોએ તેમની વાત માની ન હતી અને તેમના ઉપર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી. પરંતુ પોલીસે આ યુવકોની વાત સાંભળીને આ સમગ્ર કેસની તપાસ આગળ કરી રહી છે. તેમ છતાં ગામના લોકો ખૂબ જ ગુસ્સે ભરાયેલા છે અને પોતાના હથિયારો લઈને યુવતીના પરિવારજનોને તથા ગ્રામજનોને તે યુવક સોંપી દેવાની માંગ પણ કરી રહ્યા છે.
