અમદાવાદના શ્લોક ગાંધીને ધોરણ 10માં 99.54 PR મેળવી મેડિકલ આઈ.ટી માં નથી જવું પણ આર્મી મા જવુ છે. કારણ જાણી ને ચોંકી જશો
હાલમાં જ ધોરણ 10માનું પરિણામ જાહેર થયું છે, ત્યારે અનેક વિધાર્થીઓએ પોતાનું અમે શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. ખાસ કરીને અનેક વિધાર્થીઓ એવા છે જેમણે આ પરિક્ષા તો પાસ કરી પરંતુ સાથો સાથ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આજે આપણે વાત કરીશું અમદાવાદના શ્લોક ગાંધીની જેણે ધોરણ 10માં 99.54 PR મેળવીને પણ મેડિકલ આઈ.ટી માં નથી જવું પણ આર્મી મા જવુ છે. કારણ જાણી ને ચોંકી જશો.

ચાલો જાણીએ કે, શ્લોક ગાંધીનું સપનું શું છે અને આગળ પોતાની કારકિર્દીનું ઘડતર કંઈ રીતે કરશે. શ્લોકમેમનગરમાં આવેલી એચ.બી.કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેને હાલમાં જ ધો.10 માં 94% અને 99.54 પર્સન્ટાઇલ આવ્યા છે. આમ પણ સ્વાભાવિક છે કે, આટલા ટકા આવ્યા એટલે એન્જિનિયર બનીને મોટી IT કંપનીમાં જવું. કાં મેડિકલમાં જઇ ડોક્ટર બનવું અથવા તો UPSC ક્રેક કરીને IAS કે IPS બનવું.

આવા જ દરેક વિધાર્થીઓના વિચાર હોય છે પણ શ્લોકના વિચાર સૌથી અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે શ્લોકને આર્મીમાં જવું છે. કારણ કે તેમમાં નાણાજીના ભાઈ કેપ્ટન નિલેશ સોની દુશ્મનો સામે લડતાં લડતાં 12 ફેબ્રુઆરી 1987ના દિવસે સિયાચીનમાં શહીદ થયેલ. શ્ર્લોક જ્યારે પણ નાણાજીના ઘરે જતો શહીદ કેપ્ટન નિલેશ સોનીની વાતો સાંભળતો અને આર્મીમાં જોડાવવાની ઈચ્છા થયેલ.

શ્લોકને ધો.10thમાં સારા પર્સન્ટાઇલ છે એટલે મને કોઈપણ લાઈનમાં આગળ વધવાની સારી તક મળે. IT ફિલ્ડ બહુ મોટું છે. IAS કે IPS તરફ પણ આગળ વધી શકે છે પણ તેને દેશ સેવાનું વિચાર્યુ છે. હવે શ્ર્લોક 12 સાયન્સમાં સારા માર્ક લાવીને પછી NDA નેશનલ ડિફેન્સ એકેડમી જોઈન કરશે અને NDA કર્યા પછી દેહરાદૂનમાં IMA ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં જોઇન કરવાનું સપનું છે.
ત્યાંથી આર્મી ઓફિસર બનીને બહાર આવીને પોતાના સપનાને પૂર્ણ કરવા માંગે છે. એકના એક પુત્રને ડિફેન્સમાં આગળ વધારવા માટે પિતા શૈવલભાઈ અને માતા નેહાબેન પણ સપોર્ટ કરે છે. શૈવલભાઈને પોતાનો બિઝનેસ છે. નાનાજી જગદીશભાઈ સોની પણ શ્લોકને આર્મી જોઇન કરવા મોટિવેટ કરતા રહે છે.
