India

કોર્ટમાં પિતા અને દાદા એ ચોકીદાર અને ડ્રાઇવરની નોકરી કરી, જ્યારે પુત્ર એ જ કોર્ટમાં એવું સ્થાન મેળવ્યું કે…

આપણે એક એવા યુવાની સફળતાની કહાની વિશે વાત કરીશું જેને એક એવી સિદ્ધિ મેળવી કે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે. જે અદાલતમાં દાદા ચોકીદાર હતા એજ કોર્ટમાં યુવાન જજ બન્યો. મધ્યપ્રદેશના 26 વર્ષીય યુવકે સિવિલ જજ વર્ગ-2ની ભરતી પરીક્ષામાં સફળતા મેળવી .આ યુવકના પિતા જિલ્લા અદાલતમાં ડ્રાઈવર છે અને જજની ગાડી ચલાવે છે.

દાદા અદાલતમાં ચોકીદારી કરતા હતા. હવે જે અદાલતમાં પિતા અને દાદા સામાન્ય હોદ્દાએ હતા ત્યારે યુવાને આ ઉપલબ્ધી પ્રાપ્ત કરીને પરિવારનું નામ રોશન કર્યું.કહેવાય છે ને કે આ સમય પણ બદલાઈ જશે.જીવનમાં એક દિવસ કોઈના સરખા નથી હોતા. ક્યારે શું થઈ જાય એવું કોઇ નથી કહી શકતું. હવે જજના ડ્રાઈવરનો પુત્ર જજ બની ગયો છે.

મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર સ્થિતિ એક્ઝામ સેન્ટરે બુધવારે પસંદગી પામેલા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું.આ લિસ્ટમાં સિવિલ જજ વર્ગ-2ની ભરતી પરીક્ષામાં ચેતન બજાડ(26) ઓબીસીમાં 13મી રેન્ક મેળવી છે. તેમણે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં 450 અંક મેળવી કુલ 257.5 અંક મેળવ્યા..આ ખુશી મેળવતાની સાથે જ યુવાને કહ્યું કે, ‘મારા પિતા ગોવર્ધનલાલ બજાડ ઈન્દોર જિલ્લા અદાલતમાં ડ્રાઈવર છે.

મારા દાદા હરિરામ બજાડ આ અદાલતમાં ચોકીદાર તરીકે સેવા આપી નિવૃત થયા છે.  પિતાને પોતાનો આદર્શ માનનારા ચેતને જણાવ્યું કે તેમને એલએલબીની ડિગ્રી મેળવી અને સિવિલ જજ વર્ગ-2ની ભરતી પરીક્ષા ચોથા પ્રયત્ને પાસ કરી. આ વાત પરથી ધ્યાન રાખવું કે જીવનમાં તમારે અનેક વખત નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે પણ હાર ન માનશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!