Gujarat

કોણ છે ?? આ ખાસ વ્યક્તિ કે જેને ખુદ પીએમ મોદી મળવા પહોચ્યા અને હાથ જોડી આશિર્વાદ પણ લીધા..

પેલું કહેવાય છે ને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં દરેક વ્યક્તિઓને ખૂબ જ વ્હાલથી અને પ્રેમથી મળે છે, અને તેઓનું ખૂબ જ ધ્યાન પણ રાખે છે, અને તે જ આધારે આજે એક ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, અને તેમાં વડાપ્રધાન મોદીએ પોતાના શાળાના શિક્ષકને મળવા આવ્યા હતા અને તેમને મળતા જ તેમની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતમાં ગયા હતા અને અહીં ઘણા બધા પ્રોજેક્ટનું તેમને ઉદ્ઘાટન પણ કર્યું હતું અને તે સમયે તેઓ પોતાના વડનગરમાં આવેલા શાળાના શિક્ષકને મળ્યા હતા. જ્યારે તેઓ ગુજરાત આવ્યા અને વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું ત્યારે તેમને પોતાના વડનગરમાં આવેલા શાળાના શિક્ષકને મળવાની ઈચ્છા થઈ તેથી તેઓ તે વડીલ ને પણ મળ્યા અને તેમની સાથે એક ફોટો પડાવ્યો અને આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાના જૂના શિક્ષક સામે હાથ જોડીને ઊભા રહ્યા છે, અને સામે રહેલા વડીલો તેમના માથા ઉપર હાથ મૂકીને તેમને આશીર્વાદ આપે છે.

પીએમ નરેન્દ્ર મોદી જે શાળામાં ભણતા હતા અને જે શિક્ષક પાસે ગયા હતા તેમનું નામ જગદીશ નાયક જણાવવામાં આવ્યું છે. અને તેઓ વડનગરમાં શિક્ષક હતા અને દરેક બાળકોને ભણાવતા હતા. આ ફોટાને ટ્વિટ કરીને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ છે કે ” બલિહારી ગુરૂ આપને….”

નરેન્દ્ર મોદી પીએમ બન્યા પહેલા ઘણા બધા લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને તે તેમની જન્મભૂમિ પણ છે. તેઓ ઘણી બધી વખત પોતાની માતાના આશીર્વાદ લેવા માટે પણ ગુજરાત આવતા હોય છે. અને તેઓ હીરાબેન ના આશીર્વાદ લઇને જ દરેક કાર્ય કરતા હોય છે. આમ જ્યારે તેઓ પોતાના માતાના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા ત્યારે તેઓ પોતાના શિક્ષક ને પણ મળ્યા હતા અને તેમને તેમની પાસેથી પણ આશીર્વાદ લીધા હતા.

પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમને નવસારીમાં એક પ્રોજેક્ટની શરૂઆત હતી તેના ઉદ્ઘાટનમાં આવ્યા હતા, ત્યારે તેમને એક વક્તવ્ય જાહેર કર્યું હતું અને તેમાં તેમને જણાવ્યું હતું કે ‘હું ગુજરાતી છું તેના ઉપર મને ખૂબ જ ગર્વ છે. અને ગુજરાતને છોડ્યા પછી પણ જે પણ વ્યક્તિઓએ ગુજરાત સંભાળવાની જવાબદારી ઉપાડી છે તે તમામ એટલે કે ભુપેન્દ્રભાઈ અને સી. આરની જોડી ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે.’ અને ગુજરાતને ચલાવી રહ્યા છીએ અને તેમને એ પણ જણાવ્યું હતું કે મને ખૂબ જ ગર્વ છે કે હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે જે કામ નથી કરી શક્યો તે કામ હવે મારા મિત્રો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!