આ ગુજરાતી એ ઉધાર પૈસા લઈને શરૂ કરી હતી ગોપાલ નમકીન આ રીતે બનાવ્યુ 400 કરોડ નુ સામ્રાજ્ય, જાણો કેવી રીતે સફળતા…
આજે આપણે જાણીશું ગોપાલ નમકીન વિશે ખાસ વાતો વિશે જેના થી તમે લોકો અજાણ હશો. આજે ગલી ગલીમાં ગોપાલ નમકીન મળે છે, એ કંપની એક ગુજરાતી એ ઉધાર પૈસા લઈને શરૂ કરી હતી ગોપાલ નમકીન આ રીતે બનાવ્યુ 400 કરોડ નુ સામ્રાજ્ય ઉભું કર્યું. ચાલો તેમની સફળતા વિશે જાણીએ.

ગોપાલ કંપની ગુજરાત જ નહીં પરંતુ ભારતના અનેક ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે. નાના બાળકો થી લઈને દરેક લોકો માટે ખૂબ જ લોકપ્રિય અને સ્વાદીષ્ટ નમકીન ની સફળતાની કહાની પણ અદ્ભૂત છે.બિપીનભાઇ ની સફળતાનું કારણ એ છે કે, તેમના પિતા કહેતા ‘આપણે જે ખાઇએ તે ગ્રાહકને ખવડાવવું’ તે સિધ્ધાંતને વળગી રહેતા આજે સફળતા મળી છે. મારી ફેક્ટરીનો માલ જ મારા ઘરમાં નાસ્તામાં ઉપયોગમાં લેવાય છે.આજે લાખો લોકો ની પસંદગી ગોપાલ છે, ત્યારે તેની શરૂઆતની કહાની એટલી નમકીન છે.

આજે આપણે જાણીશું ગોપાલ નમકીન ની સફળતા પાછળનું કારણ! એક સમય એવો હતો જ્યારે ગોપાલ કંપનીના માલિક બિપીનભાઈ હદવાણી સાયકલ લઈને ગામે ગામ વેચવા જતા હતા અને સમય જતાં તેમને પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળીને શ્રી ગણેશ નામની નમકીન દુકાન શરૂ કરી અને જોતા ને જોતામાં આ નમકીન ખૂબ જ સારું ચાલ્યું પરતું બીપીન ભાઈના ભાગ્યમાં કંઈક બીજું લખાયેલું હતું.

સમય નું ચક્કર એવું ચાલ્યું કે,ભાગીદારી નો અંત આવતા ની સાથે જ બીપીનભાઈ પોતાનો અંગત વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું અને વર્ષ 1994માં 12 હજાર રૂપિયાના ઉધાર રો-મીટરિયલ્સ સાથે બિઝનેસ શરૂ કર્યો. તમને જાણી ને નવાઈ લાગશે કે તેઓ. મૂળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના વતની છે.બિપીનભાઇ હદવાણી 1984માં પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામડામાં ફરસાણની દુકાન ચલાવતા હતા.1 990માં રાજકોટ આવી પિતરાઇ સાથે રૂ.8500ના રોકાણ સાથે પાર્ટનરશિપમાં ‘ગણેશ’ બ્રાન્ડ સાથે વેપાર શરૂ કર્યો હતો.

સેવ, ગાંઠિયા, દાળમુઠ, ચણાની દાળ, વટાણાના પેકેટ વેચવાના શરૂ કર્યા પરતું ભાગીદારી નો અંત આવ્યો ત્યારે.વર્ષ 1994ની સાલમાં પત્ની દક્ષાબેન અને બેન-બનેવીના સાથથી નાનામવા રોડ પર રાજનગર-4 ખાતે આવેલા રહેણાકમાં ઝીરો બેલેન્સ સાથે રૂ.12000નો ચણાનો લોટ(બેસન), તેલ અને મસાલાઓ ઉધાર લાવી ‘ગોપાલ’ બ્રાન્ડ શરૂ કરી. સાઇકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાઓને માલ આપી બિઝનેસના શ્રી ગણેશ કર્યા.
આધુનિક ટેકનોલોજી વસાવી અને એ પણ પોતે માત્ર 6 કરોડ નાં ખર્ચ પોતાનાં કારખાનામાં મશીનો વસાવ્યા.માત્ર બે વર્ષમાં ધંધો સેટલ કર્યો, શરૂઆતના 4 વર્ષ સુધી ઘેર બેઠા બિઝનેસ કર્યા બાદ હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ શરૂ થઇ જે સતત ચાલુ રહેતા માત્ર 22 વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર રૂ.450 કરોડ પર પહોંચાડ્યું.

સમયની સાથે પરિવર્તન કરવામાં માનતા ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણીએ બિઝનેસમાં પણ આ જ અભિગમ અપનાવ્યો છે. રાજકોટના 400sq.Yardમાંથી શરૂઆત કરનાર બિપીન હદવાણી આજે 20 હજાર Sq.Mtr. વિસ્તારમાં અત્યાધુનિક ઓટોમેટેડ પ્લાન્ટ ધરાવે છે. એટલું જ નહીં એક સમયે એક બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે.
