વર્ષો પહેલા દેવાયત પંડીત કરેલ આગમ વાણી ( ભવિષ્યવાણી ) આજે સાચી પડી રહી છે ?? જાણો શુ ભવિષ્યવાણી કરી હતી..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભારતીય શાસ્ત્રોમાં એક અદભુત શક્તિ છે. વર્ષો પહેલા દેવાયત પંડીત કરેલ આગમ વાણી ( ભવિષ્યવાણી ) આજે સાચી પડી રહી છે ?? ચાલો જાણીએ કે, જાણો શું ભવિષ્યવાણી કરી હતી દેવાયત પંડિતએ જે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ વાત જ્યારે તમે જાણશો તો આશ્ચય પામી જશો.
દેવાયત પંડીત પોતાની આગમવાણીને લીધે પ્રખ્યાત છે. આગમવાણીમાં પ્રખ્યાત એવા સરવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયાત પંડિત! પોતાના ભજનમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશીને ભવિષ્યનો સચોટ ઉલ્લેખ કર્યો છે. તેમણે આગમવાણીનો શ્રેય પોતાના ગુરુ શોભાજી મહારાજને આપ્યો છે. એમની ભવિષ્યવાણી આ પ્રમાણે છે.
મહાન સંત દેવાયત પંડિત એવા લેખક હતા જેમની કૃતિઓથી ભવિષ્ય જાણવા માટે મદદ મળી છે. દેવાયત પંડિત જે બોલી રહ્યા હતા તે આજનાં સમયમાં સાચી પડી રહી છે. તમને ખ્યાલ નહિ હોય કે, દેવાયત પંડિત મૂળ ગુજરાતના હતા તેમજ દેવાયત પંડિત પોતાની આ અનોખી કળાથી ભવિષ્યમાં શું બનશે તેની સચોટ માહિતી આપતા હતા. આ જ ભવિષ્યવાણી આગમવાણી તરીકે પણ ઓળખાય છે.
દારા દક્ષ નામના દેવાયત પંડિતની રચના છે જેનો અર્થ એ કે ભવિષ્યમાં આવા દિવસો આવશે. તેમના એક સ્તોત્રમાં દેવયત પંડિતે અમદાવાદ વિશે એક ભવિષ્યવાણી કરી છે.આ શ્લોકનો અર્થ સમજાવતાં કહ્યું કે પહેલા એક મહાન પવન વહેતો હતો અને ત્યારબાદ નદીઓનું પાણી સુકાઈ જાય અને ઉત્તરથી સાયબો એટલે કે ભગવાન વિષ્ણુ ઉત્તરથી કલ્કી અવતારમાં આવશે અને હનુમાનજી મહારાજ હશે તેના રથ પર બેઠા છે.
ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સૂના થવા લાગશે. લક્ષ્મી અર્થાત સંપતિ અને સ્ત્રી બંને લુટાશે, લોકો તણી પણ તેની રાવ કે ફરિયાદ થશે નહીં! અત્યારે આપણે જોઇએ જ છીએ કે આપણી આજુબાજુ કંઈક આવો જ માહોલ છે.હાલમાં આપણે જોઈએ છે તો રસ્તા પણ સુના છે, લોકો પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે છતાં કોને ફરિયાદ કરે?સંતો પણ પાપનો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિઓનો નાશ કરવા લાગશે, કેટલાક યુધ્ધોમાં મરશે તો કેટલાક ભયાનક રોગોથી મરશે!ખરેખર આ વાણી સત્ય થઈ રહી છે.
