સુરત: લોન કંપની ની હેરાનગતિ થી યુવાને આપઘાત કરી લીધો ! સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે 7000 નુ 3500 વ્યાજ…
દિવસે ને દિવસે આત્માહત્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમા જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગોડાદરાના યુવાને ઓનલાઈન લોન લીધી હતી અને એવો બનાવ બન્યો કે, આખરે યુવાને ઝેર પી પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે કે, ઉઘરાણી અને વ્યાજખોરોના લીધે લોકો આત્મહત્યા કરતા હોય છે. ત્યારે આ યુવાને પણ ઓનલાઈન લોન કંપની દ્વારા અપાતા ત્રાસના લીધે આવી અંતિમ પગલું ભર્યું.
ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. યુવાને પોતાનું જીવન ટૂંકાવતા પહેલા એક સુસાઇડ નોટ લખી છે, જેમાં યુવાને લોન કંપની વિશે લખ્યું છે. આ ઘટનાની જાણ થતાં જન સલાબતપુરા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ યુવાન વિશે વધુ વિસ્તુત માહિતી જાણીએ તો ગોડાદરા સિલીકોન ફ્લેટ ખાતે રહેતા 28 વર્ષીય યોગેશભાઈ મહેશભાઈ અગ્રવાલ આંજણા ખાતે પોતાના બનેવીના લેસના ખાતામાં નોકરી કરતા હતા શુક્રવારે બપોરે તેમણે ખાતામાં ઝેર પી લીધું હતું.
ઝેર પીધા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન જ મુત્યુ થયું અને પોલીસને તપાસ દરમિયાન સુસાઇડ નોટમાં જાણવા મળ્યું કે, લોન કંપની પાસેથી લીધેલ રૂ.7 હજારની લોન સામે 7 દિવસમાં વ્યાજ પેટે 3500 વસુલ્યું હતું છતાં પણ તેને મેસેજ અને પરીવારનાં સભ્યોને ફોન કરીને અશબ્દો બોલતા હતા અને આવા સતત ત્રાસના લીધે પોતાના પરિવાર ને બચાવવા જીવન ટૂંકાવી દીધું.
યુવાને પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રૂ.7000નાં 7 દિવસના વ્યાજના 3500 રૂ. વ્યાજ વસુલ કરી લીધું હતું છતાં પણ કંપની વારંવાર હેરાન કરતી હતી અને મેસેજ અને ફોન કરીને ખરાબ રીતે વાત કરીનેબત્રાસ આપતી હતી આ જ કારણે પોતાના પરિવારને બચાવવા હું સુસાઇડ કરું છું. તમે આ કંપની સામે કાયદેસરના પગલાં લો નહીંતર અન્ય લોકો ને પણ આત્મહત્યા કરવા મજબુર કરી દેશે એટલે લોન કંપનીને વહેલી તકે બંધ કરજો. હાલમાં આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટના દરેક લોકો માટે ચેતવણી રૂપ સમાન છે કારણ કે વ્યાજે કે લોન લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.
