Gujarat

દીકરાને કાળ ભરખી ગયો! 9 વર્ષના દીકરાને હોસ્પિટલ લઈ જતા કાર ચાલકે બાઇક ને અડફેટે લેતા થયું મોત…

રોડ અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયી ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારાજાણવા મળ્યું હતું કે, ત્રણ વર્ષના પુત્રના પગની સારવાર માટે લઇ જતા હતા અને રસ્તા વચ્ચે બાઇકનો કાર સાથે અકસ્માત થતાં 9 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટના ને લીધે સુભાનપુરા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી.

આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ તો,
સુભાનપુરા વિસ્તારમાં રહેતા અને નરેન્દ્રભાઈ કાંતિલાલ વસાવા છુટક નોકરી કરે છે અને તેમને 2 બાળકો છે જેમાં એક નાના દીકરાનેપગે ચાલવાની તકલીફ હોવાથી તે પત્ની સાથે બંને બાળકો સાથે સાંજે સાંજે 4-30 વાગ્યાના અરસામાં વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.
બનાવ એવો બન્યો કે,

વડોદરાથી વાઘોડિયા જતી અર્ટિકા કારના ચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર કૂદી કાર સામેથી પસાર થતા નરેન્દ્રભાઈના બાઈક સાથે અથડાઈ હતી. કાર સવાર દંપતી અને નરેન્દ્રભાઈનો પરિવાર ઇજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માતમાં અડધો ડઝન જેટલા લોકો ઘાયલ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં સારવાર દરમિયાન 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.હાલના તબક્કે કારચાલક દંપતી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અકસ્માત ગ્રસ્ત 6 લોકોમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ મથકના પીએસઆઇ સતિષભાઈ જણાવ્યા મુજબ કારચાલક દંપતી વડોદરા પાર્સિંગની કાર લઈને જઈ રહ્યું હતું, પરંતુ કયા કારણોસર કાબૂ ગુમાવ્યો તે આરટીઓની તપાસ બાદ બહાર આવશે. કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!