ભણતર ની આડે આવી ગરીબી ! ધોરણ 12 સાયન્સ પાસ વિદ્યાર્થિની ને આગળ ડોકટર બનવું છે પરંતુ…
આજના જમાના માં શિક્ષણ નું મહત્વ ખુબ જ વધી ગયું છે. આજે જે લોકો શિક્ષિત હોય તે તેના ઘર અને પરિવાર ને સારી રીતે મેન્ટેન કરી શકે. અને જીવન માં આવતા નાના મોટા અવરોધો ને આસાનીથી દૂર કરી શકતા હોય છે. પરંતુ આજના સમય માં કેટલાક વિદ્યાર્થી એવા છે કે તેને ભણવાની લગન ખુબ જ છે. પરંતુ તે, કેટલાક સંજોગો ને કારણે અભ્યાસ માં આગળ વધી શકતા નથી. જેમાં મુખ્ય કારણ છે ગરીબી. કેટલાક ગરીબ ઘરના વિદ્યાર્થી પોતાને ભણવાની ઈચ્છા હોવા છતાં તે પૈસા ની કટોકટી ના લીધે અભ્યાસ કરી શકતા નથી.

એવો જ એક કિસ્સો ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાનો સામે આવ્યો છે. એક દીકરી ને ધોરંણ 12 સાયન્સ માં 76.92 ટકા આવ્યા હોવા છતાં તે હવે આગળ અભ્યાસ કરી શકવા સક્ષમ નથી. બનાસકાંઠા જિલ્લા ના થરાદ વિસ્તાર માં એક ગરીબ ઘર ની દિકરી ને 12 માં ધોરણ માં 76.92 ટકા મેળવ્યા બાદ તેની ઈચ્છા આગળ ડોક્ટર બનવાની છે. પરિવાર ની પણ ઈચ્છા છે કે તેની દીકરી ડોક્ટર બને.

પરંતુ તેના ઘર ની પરિસ્થિતિ એવી છે કે, તેની ઈચ્છા પુરી થઇ શકે તેમ નથી. પિતા મજૂરી કામ કરીને દિવસ ના 300 રૂપિયા જેવું કમાય છે. અને માતા ઘરકામ કરે છે. પુત્રી એ પોતાના ઇન્ટરવ્યુ માં જણાવ્યું કે, તેનીં ઈચ્છા આગળ ડોક્ટર બનવાની છે. પણ ઘર ની પરિસ્થિતિ સારી નથી. તેને જયારે 12 માં ધોરણ ની પરીક્ષા હતી ત્યારે છેલ્લા બે પેપર બાકી હતા ને ત્યારે જ તેનો ભાઈ મૃત્યુ પામ્યો હતો. છતાં તેણે મક્કમ થઇ ને પરીક્ષા આપી હતી.

ઘર માં એટલી બધી ગરીબી છે કે, બે સમય નું જમવાનું પણ માંડ માંડ કરી ને મળે છે. અને પિતા ને ક્યારેક મજૂરી મળે તો ક્યારેક ઘરે બેસી રહેવું પડે. દીકરી ના માતા શારદાબહેન ઘરકામ કરે છે. માતા એ સરકાર પાસે મદદ ની માંગણી કરી છે કે, જો સરકાર કંઈક મદદ કરી શકે તો તે તેની દીકરી નું સપનું પૂરું કરી શકે. પિતા પણ સરકાર ને વિનંતી કરતા કહે છે કે, તેની દીકરી એ સાયન્સ માં ખુબ સારા ટકા મેળવ્યા છે. તેની ત્રણ દીકરીઓ છે જે પણ હજુ ભણે છે.

પિતા કહે છે કે, સરકાર ને એટલી વિનંતી કે, થોડી મદદ મળે તો સારું. દીકરી કહે છે કે, તેના પિતા એ તેને ફૂલ સપોર્ટ કરેલો છે. ઠંડી હોય કે ગરમી ગમે એ પરિસ્થિતિ માં તેના પિતા તેને સ્કૂલે મુકવા આવતા. તેના પપ્પા એ તેને મજૂરી કરી ને ખુબ જ ભણાવી પણ હવે તે સક્ષમ નથી કે તે આગળ નો ખર્ચો ઉઠાવી શકે. અને તે પણ સરકાર ને વિનંતી કરે છે કે, જેથી કરી ને તે તેનું સપનું પૂરું કરી શકે.
