ગુજરાતનાં 28 જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી કરી હવે પાંચ દિવસમાં આ જિલ્લામાં પવન ભારે પવન સાથે વરસાદની આગાહી.
હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોએ બફારા અને ગરમીમાંથી રાહત મેળવી છે. ત્યારે શનિવારે રાજ્યના 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, મેઘરાજાની સવારી આગામી 24 કલાકમાં ગુજરાતમાં આવી પહોંચી શકે છે. ચાલો ત્યારે જાણીએ કે હજુ ક્યાં જિલ્લામાં વરસાદ આવી શકે છે.
આગામી સાત દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ જાય તેવી સંભાવના છે.શનિવારે રાજ્યમાં ગીર સોમનાથના ગીર ગઢડામાં બે ઇંચ, તાપીના કુકામુંડામાં 1.96 ઇંચ, કપરાડા અને સાવરકુંડલામાં 1.24 ઇંચ, ધરમપુરમાં 1 ઇંચ, મુલીમાં 24 એમએમ જ્યારે જૂનાગઢ શહેરમાં 21 એમએમ વરસાદ વરસ્યો હતો. જેથી હવે આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.’
શનિવારે કચ્છ સિવાય રાજ્યના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદની સંભાવના છે.
આ સાથે અમદવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રવિવારથી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 13 જૂને એટલે સોમવારે સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
