Gujarat

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ મા નવો વળાંક આવ્યો ! ફાંસીની સજા રદ્દ કરવા આરોપી ફેનિલ ગોયાણી

હાલમાં જ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ મા નવો વળાંક આવ્યો ! ફાંસીની સજા રદ્દ કરવા આરોપી ફેનિલ ગોયાણી સજા હળવી કરવા માટે આરોપી એ ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમીનલ અપીલ ફાઈલ કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. તાત્કાલિક ફાંસીની સજા થાય એ માટે તેના કન્ફર્મેશન કેસને લઈ રાજ્ય સરકાર તરફથી પહેલેથી જ હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરાયેલી છે.એક તરફ ગ્રીષ્માનો પરિવારનો ફાંસીની રાહ જોઈ રહ્યું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આરોપી ફેનિલ યોગાણીએ ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી અને આ કેસમાં તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કારણે આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. ગ્રીષ્મા વેકરીય હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે ગઈ 5 મેના રોજ એક સીમાચિહ્ન ચૂકાદા મારફતે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવીને આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી.

ટ્રાયલ કોર્ટના જજે કહ્યું હતું કે ફેનિલ ગોયાણીએ એક કસાઈની જેમ પ્રાણીની કતલ કરે એ રીતે મૃતક ગ્રીષ્મા વેકરીયાના ગળા પર ઘાતક હથિયારથી ઘા કર્યા છે. પોતાની 28 વર્ષની કારકિર્દીમાં આવો કેસ તેમણે જોયો નથી. આ રેરેસ્ટ ઓફ રેર કેસની વ્યાખ્યામાં આવતો કેસ છે. જે બાદ આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.. ત્યારે હવે આરોપી ફેનિલ ગોયાણીએ ટ્રાયલ કોર્ટની ફાંસીની સજા હળવી કરવા માટે નીચલી કોર્ટના હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!