ખુબ જ દુખદ ઘટના ! પિતાની નજર સામે જ 7 વર્ષ ના પુત્ર નુ વોટરપાર્ક મા ડુબી જવાથી મોત થયુ , પટેલ પરીવાર મા….
સૌ કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા વોટરપાર્ક અને સ્વીગપુલમાં જતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયી ઘટના સામે આવી છે ! પિતાની નજર સામે જ 7 વર્ષ ના પુત્ર નુ વોટરપાર્ક મા ડુબી જવાથી મોત થયુ. ચાલો આ ઘટના વિશે અમે આપને વધુ માહિતગાર કરીએ. આ ઘટના દરેક માતા પિતાઓ માટે લાલ બતી સમાન કિસ્સો છે. આ ઘટના થી દરેક વાલીઓએ ખાસ શીખ લેવી જોઇએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભચાઉના ખરોઇ પાસે આવેલા રિસોર્ટમાં આજે રવિવારે બપોરે રાપરના હમીરપર ગામના પિતા અને પુત્ર ફરવા આવ્યાં હતા. આ દરમિયાન જ એક એવી ઘાતક ઘટના ઘટી જેમાં પરિવારનો એક નો એક પુત્ર છીનવાઈ ગયો. મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે 7 વર્ષીય એકનો એક પુત્ર હૃતિક બાળકોના હોજમાં ડૂબી ગયો હતો. જે
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બાળકને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, પુત્રના મૃતદેહ સાથે પિતા તેમના ઘરે પરત ફર્યા હતા. રિસીર્ટના મેનેજર મહેશ શાહે બાળકનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું હોવાનું જણાવ્યું હતું.રિસોર્ટના જવાબદારો બનાવની વિગત આપતા ભાગી રહ્યા હતા અને એકમેક ઉપર જવાબદારી થોપી હતી.
જાણવા મળ્યું છે કે, ગઈકાલે જ વિજ વિભાગ દ્વારા આ રિસોર્ટમાં રૂ. 30 લાખની ચોરી પકડી પાડવામાં આવી હતી. અલબત્ત હતભાગી બાળકના કાકા કારુંભાઈ પટેલે તેમના ભત્રીજાનું મૃત્યુ ખરોઈના વોટર પાર્કમાંજ ડૂબી જવાથી થયું હોવાનું અને આ માટે પોલીસ ફરિયાદ કરવાની કામગીરી ચાલુમાં હોવાનું જણાવ્યું હતું અને હવે ફરી એક બાળકનું દુઃખ નિધન થયું.
