આખા ભારત મા આ ગુજરાતનુ આ ગામ કલંકિત છે પરંતુ હવે એક દિકરી ના લીધે આ ગામ એ એક નવી….
હાલમાં જ ગુજરાત ભરમાં ધો.10 અને 12નું ઝળહળતું પરિણામ આવ્યું છે, ત્યારે અનેક વિધાર્થીઓ એ પોતાના ગામ અને શહેરનું તેમજ શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આજે અમે આપને એક એવા ગામ વિશે વાત કરીશું જ્યાં માત્ર દેહવ્યાપર જ ચાલતો એવા ગામમાં એક દિકરી એ અંધકારમાં દિવાની જ્યોત સમાન પ્રગટીને આ ગામમાં શિક્ષણનું અજવાળું પાથર્યું છે. વાત જાણે એમ છે કે,દેહ વ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ વાડિયા ગામમાં સોનાનો સૂરજ ઉગ્યો, ગામની દીકરીએ પ્રથમવાર ધોરણ 12 પાસ કર્યું.
કહેવાય છે કે, પહેલા આ ગામમાં ફક્ત દેહ વ્યાપાર સિવાય કોઈ જ અન્ય ધંધો ન હતો પરંતુ લ વીએસએમ સંસ્થાનાઅથાગ પ્રયત્ન થકી આજે ગામની તાસીર બદલાઈ છે. ગામના લોકોને વગર વ્યાજે લોન આપી વ્યવસાય કરતા કર્યા છે. શિક્ષણ સંસ્થામાં વાડિયા ગામની અનેક દીકરીઓ અને દીકરાઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે વાડિયા ગામના બદલાવ માટે તેમનો સિંહફાળો હોવાનો લોકો કહી રહ્યા છે.
દેહવ્યાપાર સાથે સંકળાયેલ લોકો શિક્ષણ તરફ જઈને ગામ પર લાગેલ દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર છે, આજે વાડિયા ગામના શિક્ષણ લઈ રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ વાર આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર ગામની દીકરી ધોરણ 12 પાસ કર્યું તો અન્ય પાંચ દીકરીઓએ ધોરણ 10 પાસ કરતા હવે દેહવ્યાપર તરફથી મોહ છોડીને શિક્ષણ તરફ જતા ગામમાં અંધકારમાં શિક્ષણની જ્યોત પ્રગટી છે.
આ ગામના 250 પરિવારમાં 700 જેટલા લોકો રહે છે વર્ષોથી ગામ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતું. અહીંયા દીકરીઓ યુવાન થતાની સાથે જ દેહવ્યાપારમાં લાગી જાય છે. આ જ કારણે વાડિયા ગામ બદનામ થયેલ હતું પણ સમય જતાં સરકાર સંગઠન અને સમાજસેવી સંસ્થાઓના પ્રયત્ન થકી બદનામ ગામની દશા અને દિશા બદલાઈ ગઈ છે.
આઝાદીના આટલા વર્ષો બાદ વાડિયા ગામની દીકરી રવીના ધોરણ 12 પાસ કરીને 60 ટકા મેળવી ચુકી છે. જયારે ગામની પાંચ દીકરીઓ પણ ધોરણ 10 પાસ કરી ચુકી છે બદનામ ગામની બહાર રહીને જયારે દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને પરિણામ મેળવ્યા બાદ આજે ગામની અન્ય દીકરીઓને શિક્ષણ મેળવવાની અપીલ કરી રહી છે.
