Gujarat

કોડીનારમાં માનવતાને શરમાવે એવી ઘટના! 8 વર્ષની બાળકી પર નરાધમે આચર્યું દુષ્કર્મ

હેવાનિયતની હદ હવે હેવાન લોકો એ પાર કરી નાખી છે. અને આ હેવાન લોકો એટલા ખતરનાક હોય છે કે તે લોકો નથી નાની છોકરી જોતા કે પછી નથી યુવતી જોતા કે પછી કોઈ વૃદ્ધ. અને આવો જ એક હૈયું હચમચાવી દે તો કેસ કોડીનાર તાલુકાના નાના એવા જંત્રાખડી ગામે બન્યો છે. તેમાં માત્ર આઠ વર્ષની નાની બાળકી ઉપર એક નરાધમે ખૂબ જ ખરાબ રીતે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેની ઉપર દુષ્કર્મ આચર્યું તે જ વખતે તે નાની બાળકી મોતને ભેટી હતી.

સમગ્ર કિસ્સામાં તે નરાધમ માત્ર આઠ વર્ષની બાળકીને તેના ઘરમાં જ તેની ઉપર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને તેને ગામના જાપાની બહાર એક અવાવરું જગ્યામાં દુષ્કર્મ આચર્યા બાદ જ્યારે તે મોતને ભેટી હતી ત્યારે તેને ત્યાં જ નાખી દીધી હતી. બનાવના આધારે તે આરોપી પ્રત્યે લોકોએ ખૂબ જ રોષ પ્રગટ કર્યો છે અને આ બનાવ બનવા થી એસપી જંત્રાખડી ગામે પહોંચી ગયા હતા અને પોલીસે તૈયારીમાં જ તે આરોપીને પકડી પણ લીધો હતો.

આ સમગ્ર કિસ્સો કોડીનાર તાલુકાના જાંત્રખાડી ગામમાં બન્યો છે અને અને આ ગામમાં એક પરિવાર રહે છે અને તે પરિવારમાં તેનો પતિ બહારગામ હોવાથી પત્ની મજૂરીનું કામ કરે છે. આમ તે પોતાની માત્ર આઠ વર્ષની દીકરીને લઈને રામરોટી લેવા માટે ગઈ હતી અને સવારના દસ વાગ્યાની આસપાસ તેમના પાડોશી એ દસ વાગ્યાની આસપાસ તે આઠ વર્ષની દીકરીને ગામમાં સેવ લઇ આવવા માટે કહ્યુ હતું. આમ તે દીકરી ગામમાં ગઇ હતી ત્યારે રસ્તામાં જ શામજી ભીમા સોલંકી નું ઘર આવતા જ સામજીએ બાળકીને રૂપિયા આપીને બીડી બોક્સ લાવવા માટે કહ્યું હતું. આમ તે દીકરી તેમની માટે પણ બીડી બોક્સ લઈને જ્યારે ફરી પાછી આપવા ગઈ હતી ત્યારે તે ઘરમાં એકલો જ હતો તે જ વખતે તેનો લાભ લેતા જ તેની ઉપર તૂટી પડ્યો હતો.

આમ જ્યારે આઠ વર્ષની માસૂમ બાળકી તેને બીડી બોક્સ આપવા માટે તેના ઘરે ગઈ ત્યારે તેને ઘરમાં ખેંચીને જ દરવાજો બંધ કરી દીધો અને ત્યારબાદ તે માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને આમ તેની ઉપર દુષ્કર્મ આચર્યા બાદ કોઈને પણ જાણ ન થાય તે અનુસાર તેની ખૂબ જ નિર્દયતાપૂર્વક હત્યા પણ કરી નાખી હતી અને તેને કોથળામાં ભરીને જ જંત્રાખાડીના શાળાની પાછળ આવેલી ખાલી જગ્યામાં તેને ફેંકી દીધી હતી. અને ત્યારબાદ ઘરે જઈને શાંતિથી તે સુઈ ગયો હતો. પરંતુ બીજી બાજુ જ્યારે તેની માતા પાછી ફરી તે વખતે તેને પોતાની દીકરી ઘરમાં દેખાઇ નહોતી તેથી તેમને પાડોશીને કહ્યું હતું કે મારી દીકરી તમે જોઇ છે ત્યારે પાડોશીએ જણાવ્યું હતું કે મેં તેને સેવ લેવા માટે મોકલી હતી પરંતુ તે હજી સુધી ઘરે પાછી આવી નથી.

જ્યારે તે માસૂમ બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે તે લોકોને જાણ મળી ગઈ હતી કે તેની લાશ 66 કેવી સામે જ પડેલી છે. આમ આ નરાધમ સામજી માછીમારીનો વ્યવસાય કરે છે અને તે બે સંતાનોના પિતા છે પરંતુ તે ઘરમાં દરરોજ દારૂ પીને આવે છે અને ખૂબ જ ધમાલ કરે છે આમ તેની પત્ની તેને છોડીને તેના પિયર જતી રહી છે. આમ સમગ્ર બનાવ બનતા જ પોલીસને જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ગંભીરતાને ધ્યાનમાં લઈને તેઓએ આરોપીને પકડી પાડયો હતો અને બાળકીની લાશને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

પોલીસે એફ.એસ.એલ ને બોલાવીને આરોપીના ઘરને સીલ કરી દીધું હતું કારણ કે તેમાંથી કોઈપણ પુરાવાનો નાશ ન થાય. આમ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ તે જગ્યાએ પહોંચી ગયા હતા અને આમ તેમને સમગ્ર આરોપીની પૂછપરછ કરી હતી ત્યારે તેમને સામજીએ સમગ્ર ઘટના જણાવી હતી અને તેને કહ્યું હતું કે આ દુષ્કર્મ કરતી વખતે બાળકી ચીસ ના પાડે તેની માટે તેના મોઢા માં ડુચો ભરી દીધો હતો. આમ બાળકીને મોઢે ડુચો ભરી દીધો હોવાથી તેના મોઢા માંથી ઉલટી ન થઈ તેથી તેને કુદરતી હાજત થઈ ગયું હતું અને તેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હશે તેવું જણાઈ રહ્યું છે. ગામના લોકો તેની ઉપર ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને આરોપીને વધુમાં વધુ સજા થાય તેની પણ માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!