હીરાભાઈ સોલંકી એ પોલીસ સ્ટેશન મા પોલીસકર્મી ને ખખડાવી નાખ્યા ! કહ્યુ કે “તારા પટ્ટા….
હાલમાં જ અમેરેલીના રાજુલામાં એક ખૂબ જ ચોંકાવનારી અને શરમ જનક ઘટના બની છે. અમરેલીના પોલીસકર્મીને જાહેરમાં જ પટ્ટા ઉતારી નાખવાની ધમકી પણ આપી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.આ વીડિયો ખૂબ જ ચોંકાવનાર છે, જે ખૂબ જ શરમજનક અને ચેતવણી સમાન છે.આ ઘટના અંગે વધારે માહિતી મેળવી.આખરે શું બનાવ બન્યો હતો, જેના લીધે હાલમાં પૂર્વ ધારાસભ્ય શા માટે ચર્ચામાં છે.
આ ઘટના અંગે વધુ જાણીએ રાજુલા તાલુકાના સાજણાવાવ ગામના કેટલાક યુવાનો જુગાર રમતા ઝડપાયા હતા. તેમના દ્વારા પોલીસકર્મી પર પૈસા માગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરા સોલંકીને જાણ કરતા હીરા સોલંકી રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ બનાવ એવો બન્યો કે, રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી એક પોલીસકર્મીને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતા નજરે પડી રહ્યા છે.
આ વીડિયોનાં તમે જોઈ શકો છો કે, હીરા સોલંકી તેમને શોભે તેવું વર્તન કરતા નજરે પડે છે. તેઓનું કહેવું છે કે, હું જેસર તરફથી આવી રહ્યો હતો ત્યારે ગરીબ લોકોએ મને જોઈ ઉભો રાખ્યો હતો. જુગારમાં યુવકો પકડાયા બાદ છોડવા માટે પોલીસ પૈસા માગી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી હું પોલીસ સ્ટેશન ગયો હતો. પૂર્વ ધારાસભ્ય આ અંગે SP સમક્ષ ફરિયાદ કરી શક્યા હોત.
પરંતુ, તેમ કરવાના બદલે પોતે જ પોલીસકર્મીને જાહેરમાં પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે, ધારાસભ્યની દબંગાઈ બાદ પણ પોલીસકર્મી સાહેબ…સાહેબ…કરતા રહ્યા હતા.આ ઉપરાંત પોલીસકર્મીની હાજરીમાં જ અન્ય લોકોને સૂચના પણ આપે છે કે, ‘કોઈ પોલીસને પૈસા આપતા નહીં’. હીરા સોલંકીએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
