આ ખેડુત પરીવાર પર વરસાદ કાળ બનીને વરસ્યો! સર્જાઈ એવી દુર્ઘટના કે એક જ પરીવાર ના ત્રણ લોકો ના મોત…
હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં ઘોધમાર વરસાફ વરસ્યો છે, ત્યારે જાળમાં જ સૂત્ર દવર જાણવા મળ્યું છે કે, ગુજરાતનાં
હળવદના સુંદરીભવાની ગામે ગઈકાલે ત્રાટકેલા તોફાની વરસાદમાં વાડીએ ખેડૂત પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ પડતા મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ પરિવાર શોકમગ્ન બની ગયો હતો. ખરેખર આ ઘટન ખૂબ જય ખૂબ દુઃખદાયી છે, આ ઘટના અંગે વિશે વધારે માહિતી જાણીએ. આ બનાવના લીધે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ઘટનાના બીજી તરફ આજે સવારે એક સાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા સુંદરીભવાની ગામ હીબકે ચડ્યું હતું. આ ગંભીર દુર્ઘટનામાં બે બાળકોએ માતા-પિતાની અને એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા ગામના સરપંચે રાજ્ય સરકારના નિયમ મુજબ આ ગરીબ ખેડૂત પરિવારને સહાય ચૂકવવા ભાર પૂર્વક જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓને રજૂઆત કરી હતી.
વરસાદની સ્થિતિમાં એક સામટો સાડાપાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી વરસાદથી બચવા ખેડૂત પરિવારના છેલાભાઈ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઇ દેગામા વાડીએ મકાનની દીવાલની ઓથે ઉભા રહી ગયા હતા. જોકે, તેમને કાળ બોલાવતો હોય તેમ દીવાલની ઓથમાં ઉભા રહેતા જ અચાનક દીવાલ ધસી પડતા ત્રણેય લોકો દીવાલ હેઠળ દટાઈ જતા કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.
આ ઘટના અંગે સુંદરીભવાની ગામના સરપંચ જેન્તીભાઇ શંકરભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું ખાસ કરીને વધુમાં સરપંચ જેન્તીભાઇ શંકરભાઇ પ્રજાપતિએ એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યો ગુમાવનારા દેગામા પરિવારને રાજ્ય સરકારના નિયમ મુજબ તમામ આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી સરકારી અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરી નોધારા બનેલા બાળકો માટે પણ સરકારને સહાનુભૂતિ દાખવવા અનુરોધ સાથે રજુઆત કરી છે.
