કોરોના કાળ મા પિતા નુ મોત થતા પરણીત દીકરી એ એવી શ્રધ્ધાંજલી આપી કોઈ વિચારી પણ ના શકે , જાણો શુ…
કહેવાય છે ને કે, જીવનમાં અનેક બનાવો એવા બનતા હોય છે જે લોકો માટે પ્રેરણાદાયી હોય છે. હાલમાં જ એક આવી પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કોરોના કાળ મા પિતા નુ મોત થતા પરણીત દીકરી એ એવી શ્રધ્ધાંજલી આપી કોઈ વિચારી પણ ના શકે. આ દિકરી દરેક લોકો માટે ઉત્તમ પ્રેરણારૂપ બની છે. હાલમાં જ્યારે લોકો અનેક પ્રકારના દાન કરે છે, ત્યારે આ યુવતી એ પોતાના પિતાની પુણ્યતિથિ પર ખૂબ જ સરહાનીય પગલું ભર્યું છે.
કહેવાય છે ને કે, સ્ત્રીના વાળ ખૂબ જ અતિ સુંદર હોય છે અને સ્ત્રીની સુંદરતાનું ઘરેણું ગણાય છે પણ આ યુવતી એ પોતાની સુંદરતાનો વિચાર કર્યા વગર પોતાના પિતાને યાદ કરીનેકેન્સર પીડિત મહિલાઓ માટે મહેસાણાના વિસનગર ખાતે આવી પોતાના વાળનું દાન કરી એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ યુવતી વિશે આપણે જાણીએ તો આ યુવત ભુજની રહેવાસી છે અને તેનું નામ માનસી પટેલ છે અને તે પરિણીત છે. આજના દિવસે જ મહેસાણાના વિસનગર ખાતે આવી પોતાના વાળનું દાન કર્યું હતું.કોરોના કાળ દરમિયાન માનસી પટેલના પિતાનું નિધન થયું હતું એ દરમિયાન પિતાને કોઈ દીકરો ન હોવાથી માનસી પટેલે અગ્નિદાહ આપ્યોહતો. આજે પિતાના મૃત્યુ પામે એક વર્ષ પૂર્ણ થતાં તેણે કેન્સર પીડિત માહિલાઓની મદદ કરવા પોતાના વાળનું દાન કર્યું હતું.
માનસી પટેલ કચ્છ ભુજ ખાતે પતિ,બે બાળકીઓ અને પોતાની માતા સાથે રહે છે અને સ્પોર્ટના ડ્રેસ ડિઝાઇન કરવાનું કામ કરે છે. ત્યારે કચ્છમાં અન્ય એક યુવતીએ કરેલા કેશનું દાન જોઈ માનસી પટેલને પણ અન્ય માહિલાઓની મદદ કરવા પ્રેરણા મળી હતી અને તેને કહ્યું હતું કે મારા વાળનો કોઈ સારા કામમાં ઉપયોગ થાય અને કોઈને કામ લાગે તે હેતુથી દાન કર્યું છે. લોકો શું કહેશે તેની ચિંતા નથી. જેને જે સમજવું હોય તે સમજે મેં મારા વિચારો પ્રમાણે એક સારું કાર્ય કર્યું તેની મને ખુશી છે.
