Gujarat

ભરુચ: બિલ્ડર ના ઘરે તસ્કરો ત્રાટક્યા ! એક કરોડ થી વધુ રોકડ રકમ ઉઠાવી ગયા , ચોરી ત્યારે જ થઈ જ્યારે….

આજકાલ ચોરીના બનાવો ખૂબ જ બનવા લાગ્યા છે અને તેમાં પણ કરો એવી રીતે ચોરી કરે છે કે કોઈને જાણ પણ ન થાય એવો જ એક કિસ્સો ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર શ્રીનાથજી સોસાયટીમાં બન્યો હતો. શ્રીનાથજી સોસાયટીમાં એક બિલ્ડર અને તેમનો પરિવાર પોતાની કુળદેવી નાં દર્શને ગયો હતો અને તે જ વખતે તેમના ઘરમાં ચોર ઘૂસી ગયા હતા અને તિજોરી માં મુકેલ 1 કરોડ 3 લાખ 96 હજાર ચોરી ગયા હતા. આમ જાણે દેવ દર્શન થી પાછા આવેલા પરિવારને જાણ થઈ હતી કે તેમના ઘરનો સમગ્ર સામાન આમ તેમ વિખરાયેલા પડ્યો હતો તેથી તેમને પોલીસની તૈયારી માં જ જાણ કરી દીધી હતી. અને જ્યારે પોલીસને આ બાબતની જાણ થતા જ તેઓ તૈયારીમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આટલી મોટી રકમની ચોરી થતાં તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ સમગ્ર બાબતને તે જ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે ટેકનિકલ એક્સપર્ટની મદદ લઈને ચોરી કરનાર તસ્કરોની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. આમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આટલા બધા રૂપિયાની ચોરી થઇ ગઇ હતી આમ આ સમગ્ર ઘટનાની નોંધ કરવામાં આવી છે.

ભરૂચના ખૂબ જ જાણીતા બિલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપીયાવાલા ફરવા જવા માટે પોતાના પરિવાર સાથે ૧૨ જૂનના દિવસે કર બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતા ના મંદિરે મોઢેરા ગયા હતા અને આ સમગ્ર પરિવાર અંબાજી મંદિર ખાતે પણ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા જ્યારે તેઓ દર્શન કરીને ઘરે પાછા ફર્યા હતા ત્યારે તેમને તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને આમ તે લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા તથા જેવા તેઓ ઘરની અંદર પ્રવેશ્યા ત્યારે દરેક સામાન આમ તેમ વિખરાયેલો જોયો હતો આમ તેમને ખબર પડી ગઈ હતી કે તેમના ઘરમાં ચોરી થઈ છે આમ તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરવા માટે જાળીવાળા દરવાજાનો નકુચો સાધન વડે તોડી નાંખ્યો હતો ત્યારબાદ મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક પણ તોડી નાખ્યું હતું. આમ જેવી પરિવારજનોને જાણ થઈ તેવું તૈયારીમાં જ તેમને ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ના બેડરૂમના લાકડાનું કબાટ ખોલ્યું હતું અને તેમાં રોકડા રૂપિયા 1 કરોડ 3 લાખ 96 હજાર 500ની ચોરી થઇ ગઇ હતી અને ચોર તે રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા.

આ બિલ્ડરે પોતાના ઘરમાં એક કરોડ રૂપિયાની કેસ અને વેપારના કામે 500ના દરની નોટની 192 બંન્ડલ તથા 500ના દરની 93 છુટી આમ કુલ કિંમત 96 લાખ રૂપિયા 46 હજાર પાંચસો ઘરમાં મૂકી રાખ્યા હતા. તથા અને તેમાં પણ 2000ની 200 રૂપિયાના દરની 100ની નોટ ના પાંચ બંડલ હતા તેની કિંમત એક લાખ રૂપિયા થાય અને 100 રૂપિયાની 200 રૂપિયાની નોટ મળી હતી એમ કરીને કુલ 50 હજાર કુલ 1,03,96,500 રૂપિયા લઈને ચોર ફરાર થઈ ગયા હતા.

જ્યારે આ સમગ્ર બનાવ બન્યો અને તેની પોલીસને જાણ થઈ ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને ત્યારબાદ તે પરિવાર જ્યારે બહારગામ ગયા હોવાથી મકાન બંધ રહ્યું હતું અને તે દરમિયાન તે તકનો લાભ ઉઠાવીને તસ્કરો ચોરી કરવા માટે પહોંચી ગયા હતા. આમ ભરૂચના સી ડિવિઝન પોલીસે સમગ્ર ગુનો નોંધીને તસ્કરો પાછળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!