સુરત મા પોલીસ કોન્સ્ટેબલ પર ધારદાર છરો લઈને યુવકે હુમલો કર્યો જુવો વિડીઓ પછી શુ થયુ…??
સૂરત શહેરમાં દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલક જ એક ખૂબ જ ચોંકાવનાર ઘટના બની છે. આ ઘટના પરથી એવું કહીએ તો પણ ખોટું નથી કે, પોલીસ પણ સુરત શહેરમાં સુરક્ષિત રહી નથી. પોલીસનું કાર્ય નગરજનોની સુરક્ષા રાખવાનું છે પરંતુ સુરત શહેરમાં તો આવરાતત્વો દ્વારા જ પોલીસ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ પોલીસ કોન્સ્ટેબલ પર ધારદાર છરો લઈને યુવકે હુમલો કર્યો અને ત્યારબાદ શું ઘટના ઘટી તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ.
સુરત શહેરમાં નગરજનોની સુરક્ષા માટે રાત્રે પેટ્રોલિંગ ચાલુ હોય છે. ત્યારે લિંબાયત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 36 વર્ષીય ભાવિન પરષોત્તમ સોલંકી 11 જૂને મધરાત્રે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમા ગયા હતા અને આ દરમિયાન જ નીલગીરી સર્કલ પાસે ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી અંદરો અંદર ઉંચા અવાજે બોલી ઝઘડો કરી રહ્યા હતા.
જેથી કરીને તેઓ બંનેની પાસે પહોંચ્યા હતા. તેમણે બંનેને ઝઘડો નહીં કરવા અને તેઓને ઘરે ચાલી જવા માટે કહ્યું હતું.આ જ કારણે તે બંને ઉશ્કેરાયેલા ગણેશ ઉર્ફે છોટુએ પોતાની પાસે રહેલા છરા વડે કોન્સ્ટેબલના પીઠના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ તમામ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવાન જ્યારે છરો કાઢે છે, ત્યારે પોલીસ પોતાનો જીવ બચાવવા ભાગે છે છતાં પણ યુવાન છરો લઈને તેની પાછળ દોડે છે અને પીઠ પાછળ વાર કરી દે છે.આ ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ જીપમાં ત્યાં આવી જતા પોલીસકર્મીનો જીવ બચી ગયો હતો.
આ બનાવમાં કોન્સ્ટેબલે લિંબાયત પોલીસ મથકમાં ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી. બાયત પોલીસે ગણેશ છોટુ સુર્યવંશી અને દિપક હીરામણ કોળીને પકડી પાડી ધરપકડ કરી છે. ખરેખર આ એક ખૂબ જ શરમજનક ઘટના કહેવાય કે, સુરત જે વ્યક્તિ આપણી સુરક્ષા માટે તૈનાત હોય તેના પર આવું વર્તન કરવું અ યોગ્ય કહેવાય એ પણ કોઈ કારણસર વગર.હાલમાં પોલીસ પોતાની આગળની કાર્યવાહી જરૂર કરશે અને જેથી આવી ઘટના બીજીવાર નાં બને.
સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ પાછળ યુવક ધારદાર હથિયાર લઈ દોડ્યો, જીવ બચાવી ભાગતી સુરત પોલીસના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે#ગુજરાતમિત્ર #SuratCity #SuratCityPolice #Constable #Run #Attack pic.twitter.com/WfqEOJV8lz
— Gujaratmitra (@Gujaratmitr) June 15, 2022
