Gujarat

ગુજરાત માથી એક સાથે ત્રણ પુષ્પા ઝડપાયા ! પુષ્પા સ્ટાઈલ મા ચંદન ચોરી કરવા જતા પોલીસે દબોચી લીધા…

પુષ્પા મુવી સિનેમાઘરોમાંથી બહાર નીકળી ગઈ પરંતુ પુષ્પાનામનું ભૂત અને ચંદન ચોરીનું કામ હજું પણ લોકોના મનમાં વસી ગયેલું જ છે. પુષ્પા મુવી તો હાલમાં આવ્યું ત્યારે સૌ કોઈને ચંદન ચોરી વિશે ખબર પડી કે,ચંદનનું લાકડું અતિ કિંમતી હોય છે અને તેની દાણચોરી કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાઓમાં ચંદન વૃક્ષ જોવા મળે છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં એકી સાથે ત્રણ પુષ્પા પકડાયા. ચાલો ત્યારે આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે કોણ છે આ ત્રણ પુષ્પા.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સાબરકાંઠા જિલ્લામાં ચંદનના ઝાડની ચોરી કરનાર ત્રણ યુવાણીને પકડી પાડ્યા છે. પોલીસે ધરપકડ કરીને ચાર લાખ રૂપિયાનું ચંદન સહિત બાઈક અને ચોરીમાં વપરાયેલ સાધનો પણ કબ્જે કર્યા છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો, ઇડર સહિત આસપાસના વિસ્તારમાં ચંદનના કિંમતી ઝાડની ચોરી કરતા હતા.આ ચોરોને પકડવા પોલીસ કામગીરી હાથ ધરી હતી.

હાલમાં જ મધ્યપ્રદેશના ત્રણ આરોપીને જેઓ ચોરી કરેલ ચંદનના ઝાડ ઉત્તરપ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા. ચોરીમાં સંડોલવાયેલ ત્રણ સગીર સહિત 10 આરોપી પકડવાના બાકી છે. અંદાજીત અત્યાર સુધી આરોપીઓએ 15 લાખ રૂપિયાનું ચંદન ચોરી કરી છે. ચોરી કરેલ ચંદન ઝાડ પૈકીના ચાર લાખ રૂપિયાનું ચંદન લાકડું રિકવર કરાયું છે. આ દરમિયાન પુષ્પા ઝુકેગા નહિં સાલાનો શર્ટ આરોપીઓ છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર પંથકમાં આવેલ બડોલી, ચાંપડ, સુર્યનગર કંપા, ફિચોડ, વસાઈ સહિતના ગામમાં ખેડૂતો ખેતરના શેઠા પર અને ખેતરમાં કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડ કેટલાય સમયથી ચોરી થઈ રહી છે, ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી કિંમતી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી બાદમાં પકડાયેલ આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો પણ જાહેર કર્યા હતા.

આમ તો મુળ મધ્યપ્રદેશના આરોપીઓ ગામડાઓમાં વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ અર્થે ગામમાં જતા અને રેકી કરીને રાત્રે ચંદનને નિશાન બનાવતા હતા. કરબત વડે ઝાડ કાપીને જેટલુ ચંદન લઈ જવાય એટલુ બાઈક પર લઈ જતા અને અન્ય ચંદન જમીનમાં ખાડો ખોદી દાટી દેતા અને બાદમાં તે લઈ જતા હતા. પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી તો પુષ્પાનો શર્ટ પહેરેલ હતો જેના પર ફિલ્મનો હિરો અને પુષ્પા ઝુકેગા નહિ સાલા પણ લખેલ હતુ એટલે કે હજુ તો કેટલાક પુષ્પાઓ પોલીસને હાથતાળી આપી ફરાર છે.હાલ તો પોલીસ પુષ્પા ગેંગના ૩ આરોપીઓની અટકાયત કરી છે તો હજુ 10 જેટલા આરોપીઓ ઝડપવાના બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!