ગુજરતી લોકગાયક રાજભા ગઢવીએ UK મા ડંકો વગાડીયો! બ્રિટીશ સરકાર દ્વારા ખાસ એવોર્ડ અપાયો..
વિશ્વના ખૂણે ખૂણે જેના નામનો ડંકો વાગે એ ગુજરાતી. ખરેખર દરેક ગુજરાતીઓ દેશના કોઈપણ ખૂણે જાય એટલે પોતાનું પ્રભુત્વ જરૂર દેખાળે છે. આજે આપણે એક એવા ગુજરાતી કલાકાર વિશે વાત કરીશું, જેમને બ્રિટિશની પાર્લામેન્ટમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ત્યારે આ પળ દરેક ગુજરાતીઓ માટે ગૌરવવંતી કહેવાય. આપણે જાણીએ છે કે, હાલમાં જ ગુજરાતનાં લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર ને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યું છે.

આ એવોર્ડ તેમને વિદેશમાં 37 જેટલા શહેરમાં સ્ટેજ પ્રોગામ કરવા બદલ આપવા આવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતનાં લોકપ્રિય કલાકાર એવા રાજભા ગઢવીને પણ લંડનમાં સન્નમાનીત કરવામાં આવ્યા છે. ત્યારે આ ક્ષણ ખરેખર રાજભા ગઢવીના જીવન માટે યાદગાર બની રહેશે. રાજભા ગઢવી એ આ ખુશ ખબર પોતાના ઇન્સ્ટાગ્રામમાં એવોર્ડ સેરમનીના ફોટોઝ અપલોડ કરીને આપી છે અને આ પહેલા તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વિડીયોના કેપશનમાં તેમણે લખ્યું હતું કે, મારા વ્હાલા ગુજરાતીઓ તમારો રાજભા ઈંગ્લેન્ડ ની પાર્લામેન્ટમાં એવોર્ડ લેવા જઇ રહ્યો છે. તમે જે પ્રેમ આપ્યો આ એનો પરતાપ છે.ખરેખર આ વાત તેમના ચાહકોને સ્પર્શી ગઈ કારણ કે, આ એવોર્ડનો ફાળો તેમને પોતાના ચાહકને આપ્યો. એક ગુજરાતી કલકાર જ્યારે વિદેશમાં લોકપ્રિયતા મેળવે અને એ પણ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે અને ત્યાંની સરકાર જ્યારે તેમને એવોર્ડ આપીને સન્નમાનીત કરે, ત્યારે એ વિચાર જરૂર આવે કે, એ વ્યક્તિની આવડત અને માન સન્માન કેવું હશે?

તસવીરમાં તમે જોઈ શકો છો કે, રાજભા ગઢવીને certificate or appreciation એનયાત કરવામાં આવ્યું છે. ત્યારે આ અનોખી સિદ્ધિ મેળવવા બદલ તમામ ગુજરાતી કલાકારો અને તેમના સ્નેહીજનોએ તેમને અભીનંદન પાઠવ્યા છે. તેમજ રાજભા ગઢવી હાલમાં લંડનમાં ખૂબ જ ખુશનુમા માહોલમાં આનંદાયક પળો વિતાવી રહ્યા છે અને આ તમામ યાદગાર પળો સોશિયલ મીડિયામાં તસ્વીરો પણ પોસ્ટ કરીને પોતાના ચાહકો સુધી પહોંચાડી રહ્યા છે.
