India

આવી જાન નહી જોઈ હોય ! 1,2 નહી પુરા 51 ટ્રેકટર લઈ ને વરરાજા પહોચ્યા, જુવો વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક ખબરો વાયરલ થતી જ હોય છે, હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે લગ્નની જાનનો, હવે તમે વિચારશો કે એના નવીનતા શું છે? તમને જણાવી દઈએ કે આ લગ્નની જાન સૌથી અનોખી છે. તમે અત્યાર સુધી ગાડામાં અને આલીશાન કાર સહિત પ્લેનમાં બેસિમે જતા જાનૈયાઓની જાન જોઈ હશે પરંતુ એક વરરાજાએ પોતાની લગ્નની જાન ટેક્ટરોમાં બેસીને કાઢી. સૌથી ખાસ વાત એ કે, આ જાનમાં એક નહીં પરંતુ 51 ટેક્ટરો હતા.

ચાલો આ અનોખી જાન ક્યાં ગામની છે, તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ લગ્ન

રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતૂના સેવનિયાલાયોજાયેલ હતા. કન્યાને પરણવવા જવા માટે નીકળેલ આ જાન લોકોમાં ચર્ચાનું વિષય બનેલ. ખાસ વાતે કે, વરરાજો પોતે પણ ટ્રેક્ટર ચલાવીને પોતાની દુલ્હનને લેવા માટે પહોંચ્યો હતો. આશરે 1 કિમી લાંબી આ જાનમાં દરેક જાનૈયાઓ પણ ટ્રેક્ટર પર જ સવાર હતા. આ કિસ્સો બાડમેર જિલ્લાના  ગામનો છે.

જિલ્લાના સેવનિયાલા ગામનો નિવાસી 22 વર્ષના રાધેશ્યામના લગ્ન બોડાવા નિવાસી કમલાની સાથે 8 જૂનના રોજ થયા હતા. વરરાજા જાનૈયાઓ સાથે ટ્રેકટર પર સવાર થઈને 15 કિમી દૂર આવેલા પોતાના સાસરે પહોંચ્યો હતો. આશરે 1 કિમી લાંબી ટ્રેક્ટરની લાઈન હતી અને સાસરિયા પક્ષના સૌ કોઈ લોકો આ જોઈને ચોકી ગયા હતા.

વરરાજા રાધેશ્યામ જણાવ્યું હતું કે, ટ્રેક્ટર ખેડૂતની ઓળખ છે. તેના પિતાની જાન પણ ઊંટગાડી પર કાઢવામાં આવી હતી, પરંતુ હાલના સમયમાં આટલી મોટી સંખ્યામાં ઊંટ મળવાનું શક્ય નહોતું. આથી ટ્રેક્ટર પર કાઢવામાં આવી અને એક મહિના પહેલા જ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અનોખી ટ્રેકટરોની જાનમાં 150 જેટલા જાનૈયાઓ સવાર હતા. લગ્ન પછી દુલ્હન કમલા પણ આ બધા ટ્રેક્ટરોમાંથી એક ટ્રેક્ટરમાં સવાર થઈને પોતાના સાસરે પહોંચી હતી. આ લગ્ન 8 જૂનના રોજ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!