પાલનપુર નો વિચિત્ર કિસ્સો ! 45 વર્ષની સાસુ 15 વર્ષ નાના જમાઈ સાથે ભાગી ગઈ પરંતુ અંત મા…
હાલમાં ગુજરાતમાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને પ્રેમ સંબંધો ના કિસ્સા સતત સામે આવી રહ્યા છે થોડા સમય પહેલાં જ સુરતના એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વેવાઈ વેવાણ લઈને ભાગી ગયા હતા ત્યારે ફરી એક ચગાવતો કિસ્સો બનાસકાંઠાના પાલનપુરમાં સામે આવ્યો છે જેમાં સાસુ જમાઈ સાથે ભાગી ગયા હતા અને ચાર વર્ષ અગાવ મંદીર મા લગ્ન પણ કર્યા હતા.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં આ કિસ્સો સામે આવ્યો હતો જેમાં બનાસકાંઠા 181 અભયમ ને એક ગામમાં કોલ આવ્યો હતો ત્યારે 181 ની ટીમ આ ગામમાં પહોંચી હતી અને સમગ્ર કિસ્સો જાણી ચોંકી ગઈ હતી આ ઘટનામાં 46 વર્ષીય વિધવા મહિલાએ ચાર વર્ષ અગાઉ પોતાના જમાઈ કે જેવો તેનાથી 15 વર્ષના ના છે તેની સાથે ઘર માંડયું હતું.
આ ઘટનામાં ચાર વર્ષ અગાઉ વિધવા મહિલાની દીકરીને એક યુવક જોવા આવ્યો હતો અને મહિલાની દીકરી અને યુવક વચ્ચે સગાઇ થઇ હતી પરંતુ બંને વચ્ચે મતભેદ થતા બે મહિનાની અંદર જ સગાઈ તૂટી ગઈ હતી ત્યારબાદ દીકરીની માતા અને તે યુવક સાથે સંબંધ બંધાયા હતા અને બંને લગ્ન મંદિરમાં લગ્ન કરીને સંસાર માંડ્યો હતો ત્યારે આ કિસ્સો ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો.
જ્યારે ચાર વર્ષ બાદ આ કીસ્સો ફરી ચર્ચાનો વિષય બન્યો હતો કારણકે 45 વર્ષીય મહિલા અને જે 30 વર્ષિય યુવક વચ્ચે લગ્ન થયા હતા તે બંને વચ્ચે મતભેદો ઊભા થયા હતા અને મહિલાએ 181 પર કોલ કરી અભીયમ ટીમની મદદ માંગી હતી ત્યારે આ મામલો થાળે પાડવા સ્થાનિક અગ્રણી અને અભયમ ટીમ દ્વારા મહિલાને સમજાવવામાં આવી હતી જેનાબાદ મહિલા યુવક ને છોડવા અને પોતાના સંતાનો પાસે પાછી ફરવા માની ગઈ હતી ત્યારબાદ 181 ની ટીમ દ્વારા મહિલાને મૂળ સાસરિયામાં તેના સંતાનો પાસ મુકવા તજવીજ હાથ ધરી હતી
