ચમત્કાર કે શ્રધ્ધા??? ગુજરાત ના આ ગામ મા બની અનોખી ઘટના , ખેડુત નો રુપોયા ભરેલો ડબ્બો એક વર્ષ બાદ 5 કીલો મીટર દુર થી મળ્યો
ઘણી ઘટનાઓ બનતી હોય છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી દેતી હોય છે ત્યારે ગુજરાતના એક ગામમાં એવી જ ઘટના સામે આવી છે જે ખરેખર અચરજ પમાડે તેવી છે જેમાં ખેડૂતના 1 વર્ષ પહેલા 22 હજાર રૂપિયા ખોવાયા હતા છે ફરીથી મળી આવ્યા હતા અને એવી રીતે મળી આવ્યા હતા જાણે કોઈ ચમત્કાર થયો હતો
ઘટના અંગે વિગતે વાત કરીએ તો આ ઘટના હળવદ તાલુકાની છે હળવદ તાલુકામાં આવેલું રણછોડગઢ ગામ જ્યાં મુન્નાભાઈ જહાભાઈ ઠાકોર નામના ખેડૂત રહે છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે પોતાનું નવું મકાન બનાવવા માટે તેઓએ ૨૨ હજાર રૂપિયા ભેગા કર્યા હતા અને એક ડબ્બામાં રાખીને તેને સાચવવા માટે જમીનમાં દાટી દીધા હતા ત્યારે ગામમાં ધોધમાર વરસાદ આવવાથી મુન્નાભાઈની મરણમૂડી આ વરસાદમાં તણાઈ ગઈ હતી સાથે વાડીમાં પણ પાણી ભરાઈ ગયું હતું પોતાના 22 હજાર રૂપિયા મહેનતની કમાણી આવી રીતે વરસાદમાં તણાઈ જતાં મુન્નાભાઈ ઘણા ગંમગીન થયા હતા અને આજુબાજુના ગામ મા ડબ્બો ગોતીયો હતો અને ગામના લોકો ને જાણ કરી હતી પરંતુ તેમના ખોવાયેલા રૂપિયા મળ્યા નહોતા
આ ઘટના એક વર્ષ પતી ગયું હતું ત્યારે ફરી ચોમાસું બેઠું ત્યારે ત્યારે મુન્નાભાઈ નો ખોવાયેલો ડબ્બો એવી રીતે મળી આવ્યો હતો જાણે ચમત્કાર થયો હોય. ખેડૂત નો રૂપિયા ભરેલો ડબ્બો બાજુના ગામ સરંભડા મા એક માલધારી ને મળી આવ્યો હતો તેનું નામ મુકેશભાઈ દોલારા જાણવા મળ્યું હતું મુકેશભાઈ ભેસો ચરાવતા હતા ત્યારે પોતાને લાકડી ડબ્બા સાથે અથડાઈ હતી ત્યારે તેઓએ આ ડબ્બો ખોલીને જોયું તો અંદર 22 હજાર રૂપિયા હતા.
આ ઘટનામાં માલધારી મુકેશભાઈ ખાતરી કરવા માટે મુન્નાભાઈ ને ફોન કરી ને કયુ કે 500 500 રૂપિયાની નોટો મળી છે તો મુન્નાભાઈએ કહ્યું કે મારી પાંચસોની નોટો નહીં, પણ સો-સો અને બે-બે હજારની નોટો હતી. પછી મને પાકી ખાતરી થઈ ગઈ એટલે મેં તેમને કહ્યું કે તમારી હોય તો લઈ જાઓ. એ પછી તેમણે મને બે હજાર રૂપિયા આપ્યા, પણ મે કીધું મારે નથી જોઈતા. પછી દાદાની પેટીમાં 1 હજાર રૂપિયા તેમણે નાખ્યા હતા.”
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે ખેડૂત મુન્નાભાઈ એ ડબ્બો મળી જાયતો તેના માટે માનતા રાખી હતી કે તેઓ 5000 રૂપિયા મઢ મા વાપરશે આ ઉપરાંત મુન્નાભાઈ એ સરંભડા માં ઝરમર દાદાના મંદિર આવેલું છે 1,000 રૂપિયાનું દાન આપ્યું હતું આ ઉપરાંત મુકેશભાઈ ને પોતાના ઈનામ સ્વરૂપે બે હજાર રૂપિયામાં આપવા માગતા હતા પરંતુ મુકેશભાઈ માલધારીએ આ રૂપિયા લેવાની ના પાડી હતી અને માનવતાનો ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે ખરેખર આ એક ઘટના આપણને ઘણું બધું શીખવી જાય છે.
