આ મહીલા વાંદરા અને ગાયો સાથે વિડીઓ બનાવી લાખો રુપીયા ની કમાણી કરે છે ! જાણો કેવી રીતે….
આજકાલ યુટ્યૂબ ઉપર ઘણા બધા લોકો નું ટેલેન્ટ જાહેર થાય છે અને લોકોએ યુટ્યૂબ તથા સોશિયલ મીડિયા અને પોતાનું કામ આવવાનું જ એક સાધન બનાવી દીધું છે અને તેમાં જ તેઓ પોતાના અલગ અલગ કરતા અને પોતાની અલગ અલગ આવડત બતાવીને લાખો અથવા તો હજારો રૂપિયાની કમાણી કરતા હોય છે.
અમે આજે આ લેખમાં કેવા જ એક કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ યુટ્યૂબ ઉપર ગાય તથા વાંદરા ના વિડીયો અપલોડ કરીને હજારો રૂપિયા કમાય છે. આ કપલે પોતાના યુટ્યૂબ ચેનલ નું નામ હચે બદ્રીનારાયણ ભદ્ર રાખ્યું છે. અને તેમને ગાય તથા વાંદરા ના વિડીયો અપલોડ કરીને પોતાની યુટ્યૂબ ચેનલ ઉપર 15 લાખથી વધુ સબસ્ક્રાઈબર બનાવી દીધા છે. અને આમ તેઓ આ વિડીયો અપલોડ કરીને મહિને 60 થી 70 હજાર રૂપિયા કમાય છે.
બદ્રી ઓડીશા જિલ્લાના એક નાના ગામમાં રહે છે. તે ગામનું નામ જહલ છે. તેઓ પહેલા ફિલ્મી લાઈનમાં કામ કરતા હતા અને તેમને વિવિધ થિયેટરોમાં પણ કામ કર્યું છે જેમ કે દિલ્હી, કલકત્તા અને મુંબઈ. તદુપરાંત તેમણે વર્ષ 2004 થી 2016 સુધી ફિલ્મના ડાયરેક્શનમાં પણ તેમને કામ કર્યું હતું 2016 પછી તેઓ ફરીથી પોતાના ગામ આવી ગયા હતા.
તેઓ ફિલ્મલાઈનમાં કામ કરતા હતા તેથી તેમને સારી એવી માહિતી હતી કે તેમની કોઈ પણ ફિલ્મ બહાર પડતી તો પહેલા તે યુટ્યૂબ ઉપર આવતી હતી પરંતુ તેમને તે ખબર ન હતી કે તેની ઉપર થી કમાણી કઈ રીતે કરી શકાય, જ્યારે તેમને ફોરજી નું જીઓનું સિમ લીધું અને ત્યારબાદ જ્યારે તેઓ પોતાના ગામ પરત ફર્યા ત્યારે તેમને ત્યાં વાંદરાઓ ઘણા બધા આવતા હતા અને તેમની પત્ની મોનાલીસા તેને તેમની પાસે બોલાવીને મગફળી ખવડાવતી હતી.
આમ એક દિવસ તેમની પત્ની મોનાલીસા વાંદરાઓને ખવડાવી રહી હતી તે જ વખતે તેમને એક વિડીયો ઉતાર્યો હતો ત્યારબાદ તેમને તે જ વિડીયો યુટ્યૂબ ઉપર અપલોડ કર્યો હતો એમ તેમને પોતાની થોડા સમય પછી જ 16 મે 2016 ના રોજ એક ચેનલ પણ બનાવી દીધી હતી, અને તેમને આ ચેનલ કેવી રીતે બનાવવી તે પણ યુટ્યૂબ દ્વારા જ શીખ્યા હતા.
આમ તેમને અલગ અલગ વીડિયો બનાવીને યુટ્યૂબ ઉપર અપલોડ કર્યા હતા.2017 આવ્યું ત્યાં સુધી તો તેમને પોતાની યુટ્યૂબ ચેનલ ઉપર 30 થી 40 વિડિયો મૂકી દીધા હતા. અને આમ તેઓ પોતાના આ વિડીયો બનાવતા અને યુટ્યૂબ ઉપર અપલોડ કરતા હતા તેમને એક વિડીયો બનાવવા પાછળ બે થી ત્રણ કલાકનો સમય જતો હતો. આમ તેમને યુટ્યૂબ ઉપર વિડીયો મૂકવાનું શરૂ કર્યું અને તેના વ્યૂસ પણ ધીમે ધીમે વધતા ગયા.
આમ તેમને પોતાની ચેનલ બનાવી અને તેમનું કન્ટેન્ટ એકદમ અલગ અને યુનિક હોવાથી તેમના વ્યૂસ વધવા લાગ્યા અને તેમને પોતાની ચેનલને મોનેટાઇઝ કર્યા બાદ તેમની ચેનલમાં જાહેરાત આવવા લાગી અને તેમને તેમાંથી રૂપિયા પણ મળવા લાગ્યા. તેમનું પહેલું પેમેન્ટ 2017માં 110 ડોલર આવ્યું હતું એટલે કે 8 હજર રૂપિયા હતું. આમ જ્યારે તેમને પહેલું પેમેન્ટ આવ્યું ત્યારે તેમણે વિચાર્યું કે હવે અમારે બીજા વિડીયો પણ આગળ મૂકવા જોઈએ. અને તેમને તેમના પત્ની દ્વારા ગાય અને વાંદરાઓ ના વીડીયો બનાવવા લાગ્યા. અને ધીમે ધીમે વિડીયો પોસ્ટ કરતા ગયા.
અત્યારે તેમને પોતાની યુટ્યૂબ ચેનલ ઉપર અગિયાર સુધી વધુ વિડીયો પોસ્ટ કર્યા છે અને 15 લાખ 60 હજારથી વધુ સબસ્ક્રાઈબર છે.અને આ યુટ્યૂબ ચેનલ ના આધારે તેઓ દર મહિને 60 હજારથી વધુ કમાણી કરે છે.આમ આ કપલને માત્ર ચાર વર્ષની અંદર જ 15 લાખથી વધુ કમાણી થઇ ચૂકી છે.
આ કપલને જે કંઈ પણ કમાણી થાય છે તેમાંથી 15 થી 20 હજાર રૂપિયા જીવ જંતુઓના ભોજન માટે કરે છે અને તેમને નજીકના જ સમયમાં એક અભયારણ્ય ખોલવાનો પણ વિચાર કર્યો છે. અને તેઓ આ અભયારણ્યમાં જીવજંતુઓને રાખશે તેવું પણ જણાવ્યું છે.