સુરત:વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! સાડીના વેપારી ના દીકરા એ એવી વાત ને લઈ ને આપઘાત કરી લીધો કે જાણીને….
આજકાલ આત્મહત્યાના બનાવ ખુબજ બનવા લાગ્યા છે અને તેમાં નાની ઉંમરની છોકરીઓ અને છોકરાઓ પણ સામેલ હોય છે. આવો જ એક કિસ્સો સુરતના ભટાર વિસ્તારમાં બન્યો હતો. ભટાર વિસ્તારમાં રહેતા એક કાપડના વેપારીના પુત્ર સાથે થયો હતો તેને પોતાના રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ કાપડના વેપારીનો પુત્ર લાન્સર્સ આર્મી સ્કૂલ માં સીબીએસઈમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. અને તેમનો 25 તારીખે રીઝલ્ટ આવવાનું હોવાથી તે નાપાસ થવાના ડરથી જ તેને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર કિસ્સો સુરત જિલ્લાના ભટારના ક્રિષ્ના કોમ્પલેક્ષ ખાતે રહેતા મુકેશભાઈ ઓરડિયા નામના એક વ્યક્તિ છે જે ટેક્સટાઇલ માર્કેટ મા ધંધો કરે છે તેમનો પુત્ર મનન લાન્સર્સ આર્મી સ્કૂલ માં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. આમ મનનને કદાચ પોતાના રિઝલ્ટની ચિંતા હોવાથી તેને બુધવારે રાત્રે જ પોતાના રૂમમાં ફાંસો ખાધો હતો અને આમ તેને ફાંસો ખાઈ લીધો હોવાની જ્યારે પરિવારને જાણ થઈ ત્યારે તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
જ્યારે પરિવારજનોને જાણ થઈ કે તેને આત્મહત્યા કરી લીધી છે ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે તેને દવાખાને લઈ ગયા હતા, અને તેમની ટુકી સારવાર સારવાર બાદ તેનું મોત થઈ ગયું હતું. જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે ખટોદરા પોલીસ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચી હતી, અને તેને કયા કારણે આપઘાત કર્યો હશે તે બાબતમાં તપાસ પણ શરૂ કરી દીધી હતી. આમ તેમને પ્રથમ તપાસમાં તેને નાપાસ થવાના ડરે માં જ આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું હતું, અને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આમ પોલીસે સમગ્ર બનાવને ધ્યાનમાં લઈને વધારાની તપાસ શરૂ કરી દીધી છે અને મુકેશભાઈ નો બીજો પણ એક પુત્ર છે અને તે પણ લાન્સરની આર્મી સ્કૂલ માં જ અભ્યાસ કરે છે.
પોલીસે સમગ્ર તપાસની માહિતી હાથ ધરી હતી અને તેમાં તેમને જાણવા મળ્યું હતું કે મનને પહેલા ધોરણ 9 માં એક વખત નાપાસ થયો હતો અને ત્યારબાદ તેના ધોરણ 11માં માત્ર 55 ટકા આવ્યા હોવાથી તેને અત્યારે બારમા ધોરણની પરીક્ષા આપી હતી અને આમ તેને લાગતું હતું કે કદાચ તે 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થશે અને તેના જ કારણે તેને આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે.