ગુજરાત મા આ જગ્યા એ ખોદકામ દરમ્યાન મળ્યુ મોટુ “શિવલિંગ” ! લોકો ના ટોળે ટોળા ઊમટી પડ્યા….
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ અલારસામાં અભેટાપુરાના તળાવમાં રેલવેની કામગીરી ચાલી રહી છે. અને આ કામગીરી દરમિયાન ત્યાં શિવલિંગ જેવી આકૃતિ જોવા મળતા લોકો ખૂબ જ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. અને તેમને જોવા માટે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આમ રેલવેની કામગીરી દરમિયાન આ પ્રકારની પ્રતિકૃતિ જોવા મળતા ગામની આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા, અને ત્યારબાદ મામલતદાર તથા પોલીસ પણ આ સ્થળે આવી ગયા હતા. આમ માટીમાંથી મળેલા પ્રતિકૃતિ અંગે જ્યારે બોરસદ મામલતદાર આરતીબેન ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ એક શિવલિંગ છે તેવું કહેવું મુશ્કેલ હશે, કારણકે જ્યારે કામગીરી દરમિયાન આ બહાર આવ્યું છે તેને પુરાતત્વ લોકો જ જાણી શકે છે કે આ શિવલિંગ છે કે પછી કંઈક બીજું.
આ રેલ્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે કોરિડોરની કામગીરી માટે માટીને લઈ જવામાં આવી હતી, અને તેમાં માટી ખોદકામ દરમિયાન ત્યાં ડાબી બાજુ એક જૂનું વૃક્ષ છે અને તેમાં થડીયા જેવો આકાર હતો તેમાં પહેલા લોકો તેને ઝાડ જ સમજી બેઠા હતા, પરંતુ જ્યારે બે દિવસ પહેલા ખૂબ જ વરસાદ આવ્યો અને તેમાં એક થડ જેવી પ્રતિકૃતિ દેખાઇ હતી, અને જ્યારે પાણી બધું જ વહી ગયું ત્યારે તેમાં શિવલિંગ જેવો આકાર બહાર આવ્યો હતો.
જ્યારે કામગીરી દરમિયાન આ પ્રતિકૃતિ બહાર આવી હતી ત્યારે ગામના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા, અને જ્યારે તેમની તપાસ કરી હતી ત્યારે જૂની કાળી માટીનો તેની ઉપર લેપ કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. તેનો આકાર બિલકુલ શિવલિંગ જેવો જોવા મળ્યો હતો. અને જ્યારે આ બાબતની જાણ ગામના લોકોને થઈ ત્યારે તેઓ શિવલિંગને જોવા માટે ઉમટી પડ્યા હતા. ત્યાંના મામલતદાર આરતીબેને જણાવ્યું હતું કે અમે પુરાતત્વ વિભાગને જાણ કરીશું અને વાસ્તવમાં આ પ્રતિકૃતિ શેની છે તેવી રીતે તપાસ કરીશું.
ગામના લોકોને જાણ થઇ ત્યારે જે જગ્યાએ શિવલિંગની પ્રતિકૃતિ જોવા મળી હતી ત્યાં લોકોના ટોળેટોળા આવી ગયા હતા. અને બીજી બાજુ ભેખડ ધસી પડતા તેવી સંભાવના હોવાના કારણે મામલતદારના લોકોએ ગામના લોકોને દૂર રહેવા માટે જણાવ્યું હતું, અને તળાવમાં આ લોકોને ખુબ જ ભીડ જામી ગઇ હતી તેમને પણ તે જગ્યાએથી બહાર નીકળવા માટે કહ્યું હતું. એમ ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને શિવલિંગના દર્શન કરતા હતા. પરંતુ મામલતદાર વિભાગે જણાવ્યું હતું કે પુરાતત્ત્વ દ્વારા સમગ્ર તપાસ કરી રિપોર્ટ કરવામાં આવશે અને ત્યાર પછી જ બીજી બધી વિગતોની માહિતી મળશે.