એક સમયે શેર બજાર નો એક્કો કહેવાતો હર્ષદ મહેતા ! જાણો આજે કેવી હાલત મા છે તેનો પરીવાર અને તેની પત્ની અને ભાઈએ…
ગુજરાતમાં જન્મેલ અનેક વ્યક્તિઓએ ગુજરાતનું નામ વિશ્વ ફલકે રોશન કર્યું છે, ત્યારે આજે આપણે એક એવા ગુજરાતી વિશે વાત કરીશું જેના લીધે આખા ભારતનું અર્થતંત્ર હચમચી ગયું હતુ. આ વ્યક્તિ એટલે હર્ષદ મહેતા. વર્ષ ૧૯૮૦-૯૦ ના દાયકામાં સ્ટોક માર્કેટ ના રાજા ગણાતા હર્ષદ મહેતા એ તે સમયગાળામાં ઘણા હજારો કરોડો ના ઘોટાળા કર્યા હતા., અને છેલ્લે આ તમામ ઘોટાળા નો પર્દાફાશ વર્ષ-૧૯૯૨ માં તેના એક ૪૦૦૦ કરોડો ના ઘોટાળા થી ખુલ્યો હતો.
આપણે સૌ માર્કેટ ના કિંગ અને બિગબુલ હર્ષદ મહેતા વિષે સારી રીતે જાણીએ છીએ, તેને કરેલ સ્કેમ પર એક વેબ-સીરીઝ પણ બનાવામાં આવેલી અને આ વેબ-સીરીઝ લોકોને ખુબજ ગમી છે. આ વેબ સીરીઝ દ્વારા આપણને હર્ષદ મહેતા વિષે જાણવા મળેલ પણ હર્ષદ મહેતાના મોત બાદ તેના પરિવાર જનોનું શું થયું, તેના વિષે કોઈ જાણકારી નથી આજે આપણે તેના વિષે જાણવા જઈ રહ્યા છીએ.હર્ષદ મહેતા નો વર્ષ-૧૯૯૨ માં સ્કેમ નો પર્દાફાશ થતા તેને પોલીસ કસ્ટડી મા લઈ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ મળતી માહિતી અનુસાર વર્ષ-૨૦૦૧ માં હર્ષદ મહેતાનું હાર્ટએટેક દ્વારા પોલીસ કસ્ટડી માં જ મોત થયેલ હતું.
હવે આ ઘટના બાદ શું થયું એ વેબ સરિઝમાં નથી બતાવવામાં આવ્યું. હર્ષદ મહેતા ના મોત બાદ તેના પરિવારે ખુબ મોટી લાંબી કાયદાકીય લડાઈ લડી હતી. આ કાયદાકીય લડાઈ હર્ષદ મહેતા ની પત્ની નામે જ્યોતિ મહેતા અને તેમના ભાઈ નામે અશ્વિન મહેતા એ લડી હતી. જયોતિ મહેતા એ વર્ષ-૨૦૧૯ માં સ્ટોક બ્રોકર કિશોર જનાની અને ફેડરલ બેંક વિરુદ્ધ એક કેસ જીત્યો હતો. કિશોર જનાની જેના પર હર્ષદનું ૧૯૯૨ થી ૬ કરોડ નું લેણું બાકી હતું, તે કોર્ટે ૧૮ ટકાના વ્યાજ સાથે જયોતિ મહેતા ને પરત કરવાનો આદેશ આપ્યો હતો.
હર્ષદ મહેતા ના ભાઈ અશ્વિન મહેતા ભાઈ સાથે તેની ફર્મમાં સ્ટોક બ્રોકર પણ હતા કે જેઓએ પોતાના ભાઈ નું નામ સ્વચ્છ કરવા માટે ૫૦ ના દાયકામાં વકીલાતની ડીગ્રી મેળવી અને તે પોતે એકલા જ ઘણા કોર્ટ મામલા લડ્યા અને તેમણે બેંકોને આશરે ૧૭૦૦ કરોડ રૂપિયા ની ચુકવણી કરી. હર્ષદ મહેતા પર થયેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના છેતરવાના એક મામલામાં અશ્વિન મહેતા વર્ષ-૨૦૧૮ સુધી આ મામલામાં કાયદાકીય રીતે લડી રહ્યો હતો.
હર્ષદ મહેતા ની સ્ટોરી ખુબજ રસપ્રદ છે, તેઓ ખુબજ ઓછા સમયમાં તેઓ ખુબજ પૈસા કમાયા હતા. તેના જીવનમાં ઘણા રસપ્રદ કિસ્સાઓ છે, તે જોવા માટે તેના જીવનમાં આધારિત બનેલી વેબ સીરીઝ જોઈ તેના વિષે વાંચવું પડશે.
હર્ષદ મહેતા નો પુત્ર ન અતુર મહેતા તેના વિષે અત્યાર સુધી કોઈ વિશેષ જાણકારી મળેલ નથી, ફક્ત અતુર મહેતા એ વર્ષ-૨૦૧૮ માં લોકોનું ધ્યાન પોતા તરફ ત્યારે ખેંચ્યું કે તે બીએસઈ-લીસ્ટેડ ટેકસટાઇલ કંપની ફેર ડીલ ફિલામેન્ટમાં એક મહત્વપૂર્ણ હિસ્સેદારી ખરીદી કરી હતી. પછી તેના પુત્ર અતુર મહેતા નું નામ બહાર આવ્યું નથી.