દેશી છોકરા ના પ્રેમ મા પાગલ થઈ ભુરી ! ભેશોને નવડાવી અને ભારત દેશ વિશે કીધુ કે…
આ જગતમાં લોકો કહે છે કે, પ્રેમ આંધળો હોય છે પણ ખરેખર સત્ય એ છે કે, પ્રેમ થયા પછી વ્યક્તિ આંધળા થઈ જાય છે. એકમેક વિના તેમને બીજું કંઈ દેખાતું જ નથી. આપણે જાણીએ છે કે, ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે પોતાના પ્રેમ ખાતર ક્યારેક જીવ ગુમાવી દે છે તો ક્યારેક માતા પિતાને પણ તરછોડી દે છે. ત્યારે ચાલો આજે અમે આપને એક એવા પ્રેમ પ્રકરણ વિશે જણાવીએ, જેના વિશે જાણીને આશ્ચય પામી જશો.
હરિયાણાની એક પ્રેમ કહાની કોરોનાના કહેર વચ્ચે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી. એક વિદેશી છોકરીને હરિયાણાના એક છોકરા સાથે પ્રેમ થયો હતો. તે વિદેશી છોકરી પોતાનું સર્વસ્વ છોડીને ગામડે આવી ગઈ અને ખેડૂત પરિવારમાં હળીમળીને રહેવા લાગી.
તેમજ તેમના ઘરના રીતિ રિવાજમાં પણ ઢળી ગઈ. આ પ્રેમ કહાની હરિયાણાના સોનીપતમાં રહેતાં અમિત સરોહા અને અમેરિકીના ફ્લોરિડામાં રહેતી એશ્લિન એલિઝાબેથની છે. વાત જાણે એમ છે કે, વર્ષ 2018માં ફેસબુક પર અમિત અને એશ્લિનની ફ્રેન્ડશીપ થઈ હતી.
બંનેની ફ્રેન્ડશીપ થઈ અને ત્યારબાદ બંનેને પ્રેમ થઇ ગયો. માર્ચ મહિનામાં દેશી યુવકમાં પ્રેમમાં દિવાની થઈ એશ્લિન સીધી હરિયાણા પહોંચી ગઈ હતી. સોનીપત જિલ્લાના બલિ કુતુબપુર ગામમાં રહેતાં અમિતે એશ્લિન સાથે લગ્ન કરવા માટે પોતાના માતા-પિતાની મંજૂરી માંગી હતી અને બંને કોર્ટ મેરેજ કરી શકે એશ્લિનને હરિયાણવી કલ્ચર પણ ખૂબ જ પસંદ છે. તે અત્યારે લોકડાઉનને લીધે અમિતના ગામમાં રહે છે. એશ્લિન ગામમાં ભેંસોને નવડાવવાથી લઈને ઘરના દરેક કામ કરે છે. તેમના પરિવારના રંગે રંગાઈ ગઈ છે.
તેમજ તેને ભારત વિશે કહ્યું કે, ભારતમાં દરેક કામ શીખવા માગું છું. મને ભારતીય કલ્ચર ખૂબ જ પસંદ છે. ભારત પહેલીવાર આવી છું. અહીંના લોકો ખૂબ જ સારા છે.અમિત વિશે જાણીએ તો અમિતે હરિયાણાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ મીડિયા ટેક્નોલોજીથી માસ કોમ્યુનિકેશનની સ્ટડી કરી છે.એશ્લિન જળ સંરક્ષણ માટે ભારતના લોકોને જાગૃત કરવા માટે એક શોર્ટ મૂવી પણ બનાવી રહી છે.
તેમણે જ્યારે અમિતના ગામમાં રહ્યા દરમિયાન જોયું કે, લોકો કારણ વગર પાણી વેડફે છે. તે પાણીનું મહત્ત્વ દર્શાવવા માટે આ ફિલ્મ બનાવી રહી છે. આખા સોનીપત જિલ્લામાં અમિત અને એશ્લિનના પ્રેમની ચર્ચા થઈ રહી છે.