ગુજરાતનાં આ શહેરમાં આવેલી છે, સંગીતની શાળા જ્યાં કીર્તિદાન ગઢવી થી લઈને આ મોટી હસ્તિઓ સંગીત શીખ્યું, આ વ્યક્તિ બનાવી હતી સંગીતની….
આજે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે આપણે ગુજરાતમાં આવેલી સંગીત શાળા વિષે જાણીશું જ્યા ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી એ સંગીતની કલા શીખી. તેમજ તમને જાણીને નવાઈ લાગશે કે, નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા મેહતા દેશની પ્રથમ મ્યુઝિક કોલેજ એટલે કે વડોદરાની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં શીખ્યા છે. અહીં સંગીત, નૃત્ય, અભિનય અને ગાયનનો અભ્યાસ કરીઅનેક કલાકારો વિશ્વભરમાં નામના મેળવી ચૂક્યા છે.ચાલો જાણીએ કે આખરે આ સંગીત શાળા કોને શરૂ કરાવેલ, તેના વિષે માહિતગાર થઇએ.
તમને જાણીને નવાઈ લાગશે કે, મૈસુરના ખૂબ સારા ગાયક અને વાદક પ્રોફેસર મૌલાબક્ષ મૂળ હરિયાણાના ભિવાનીના હતા. વડોદરાના મહારાજાએ તેમને આમંત્રિત કરીને ફેબ્રુઆરી 1886માં અહીં છોકરાની ગાયન શાળાની શરૂઆત કરી. તે સમયે વડોદરા ઉપરાંત નવસારી, ડભાઇ, પાટણ અને અમરેલીમાં પણ સર સયાજીરાવે સંગીતશાળાઓ શરૂ કરાવી હતી.વડોદરાની સંગીત શાળા સમય જતાં સુરસાગર તળાવ પાસેની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ બની. 1886માં તે કોલેજ ઓફ ઇન્ડિયન મ્યુઝિક, ડાન્સ એન્ડ ડ્રામેટિક્સ તરીકે ઓળખાતી.
રબાદ ઇ.સ. 1984માં ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની સ્વતંત્ર ફેકલ્ટી તરીકે અસ્તિત્વમાં આવી.ભારતમાં સંગીતક્ષેત્રની સૌપ્રથમ શૈક્ષણિક સંસ્થા 1886માં વડોદરામાં શરુ થઈ હતી, જે આજે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ તરીકે ઓળખાય છે. સંગીતના પાઠ્યપુસ્તકની શરૂઆત વડોદરામાં કરવામાં આવી હતી. . ઇ.સ. 1916માં અખંડ ભારતની પ્રથમ સંગીત પરિષદ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે કે જેઓ સંગીતના ભીષ્મપિતા ગણવામાં આવે છે તેમણે મધ્યવર્તી શાળામાં કર્યું હતું. જેમાં 400 વિદ્વાન આવ્યા હતા.
નેહા મહેતા આ કોલેજમાં ગાયન, ભરત નાટ્યમ અને નાટકમાં પણ અહીં અભ્યાસ ચૂક્યાં છે. ગઝલ ગાયિકા મીતાલી મુખર્જી, મ્યુઝિક ડાયરેક્ટર આસિત દેસાઇ, પ્લેબેક સિંગર સબ્બિર કુમાર, લોકગાયક કીર્તિદાન ગઢવી ઇ.સ. 1996થી ઇ.સ. 2000માં આ ફેકલ્ટીમાં ભણ્યા હતા. આજે પણ જ્યારે તેઓ વડોદરા આવે ત્યારે ફેકલ્ટીની જરૂર મુલાકાત લે છે. લોક ગાયિકા અને ગૌરવ પુરસ્કાર વિજેતા વત્સલા પાટીલ અહીં અભ્યાસ કરી ચુક્યા છે. તબલા વાદક નિતિરંજ બિશ્વાસ નેધરલેન્ડમાં આખા યુરોપમાં શો કરે છે અને એક્સપરિમેન્ટલ મ્યુઝિકમાં મોટું નામ છે. આ સિવાય તબલા વાદક હિમાંશુ મહંત પણ અહીં ભણી ચુક્યા છે.
બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પણ આ કોલેજમાં થોડા મહિના નાટ્ય વિભાગમાં અભ્યાસ કરી ચુક્યો છે. મરાઠી ટીવી સિરિયલોમાં નિર્દેશિકા સ્વપ્ના વાઘમારે અભ્યાસ કરી ચુક્યા છે. આ સિવાય પિયુસ રાનડે, દિનેશ લાંબાયે, ચેતન ધનાની, ધર્મેશ વ્યાસ નાટ્યવિભાગમાં અભ્યાસ કરી ચુક્યા છે.
મોરેશિયસમાં રહેતા અને ગઝલ ગાયક રાહુલ રાનડે પણ અહીં અભ્યાસ કરતા. આ સિવાય સચિન લિમયે, પાંચ ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક ડિરેક્શન આપનારા નિખિલ પાલકર જેવા અનેક વિદ્યાર્થી આપ્યા છે.
ખરેખર ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે,આપના ગુજરાતમાં સંગીત શાળા આવેલ છે, અને જેને અનેક લોકપ્રિય કલાકારોની ભેટ આપણે આપી છે.