સુરત ના માથાભારે સજ્જુ કોઠારી પણ વધુ એક કડક કાર્યવાહી ! 20 કરોડથી વધુ મિલકત….
હાલ ગુજરાત મા ગુના ઓ નુ પ્રમાણ સતત વધી રહ્યુ છે ત્યારે પોલીસે પણ કડક કાર્યવાહી કરવાનુ ચાલુ કર્યુ છે છેલ્લા એક વર્ષ મા અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો વિરુઉધ પોલીસે કડક કાર્યવાહી કરતા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યુ છે તો ક્યાય ને ક્યાક લેન્ડ ગ્રેબીંગ, ગુજસીટોક જેવા કાયદાઓ થી કડક કાર્યવાહી કરવા મા આવી છે. ત્યારે સુરત પોલીસ દ્વારા સુરત ના કુખ્યાત સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી છે.
જો વિગતે વાત કરીએ તો સજ્જુ કોઠારી ઉર્ફે સાજીદ પર સુરતમાં હ, હત્યાની કોશિશ તથા બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા, સરકારી જમીનો પર કબજો કરવા અને પોલીસ પર હુમલો તથા ગુજસીટોકના ગુના નોંધાયેલા છે. જ્યારે સજ્જુ કોઠારીએ છેલ્લા 10 વર્ષ મા કરોડો રુપીયા ની મિલકતો વસાવી લીધી છે. હવે પોલીસ આ મામલે ગુજસીટોક કોર્ટને રિપોર્ટ કરશે. રિપોર્ટ કર્યા બાદ મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરાશે.
મીડિયા રીપોર્ટ ના અહેવાલ મુજબ સજ્જુ કોઠારી એ પરિવારના સભ્યો ના નામે પણ અનેક મિલકતો કરી છે. જેમા મકાન દુકાન સહીત 12 મિલકતો મળી આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે
સજ્જુ કોઠારી તેના નાનપુરા જમરૂખ ગલીના બંગલામાં બનાવેલ ગુપ્ત રૂમમાંથી પોલીસના હાથે ઝડપાયો હતો.
આ અગાવ સજ્જુ કોઠારીના ભાઈના ગેરકાયદેસર જુગારધામ ક્લબ પર બુલડોઝર ફેરવી ને કાર્યવાહી કરવામા આવી હતી જ્યારે ભૂતકાળ મા આ બાબતે પોલીસ પર પણ હુમલો કર્યા ની ઘટનાઓ સામે આવી હતી.