Entertainment

નાનો ટપુડો 25 વર્ષ નો થય ગયો ! જાણો આજે કેટલા રુપીયા કમાઈ છે?? અને શુ કરે…

આજે આપણે વાત કરીશું ભવ્ય ગાંધીની તેઓ જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના શોમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ એક એપિસોડના 10 હજારથી 25 હજાર રૂપિયા સુધી નો ચાર્જ કરતા હતા, એટલે કે તેમની મહિનાની આવક અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની રહેતી હતી.

ભવ્ય ગાંધીની આ આવકની કઈ રીતે ગણતરી થઈ તે તેમના ટીવીના શો ઉપરથી કરવામાં આવી છે. અને ત્યારબાદ તેમને ઘણી બધી ફિલ્મમાં પણ કામ કર્યું છે,અને બ્રાન્ડ તથા જાહેરાત તથા બીજા અન્ય પ્રોફેશનલ ઇવેન્ટ ઉપર પણ તેઓ ઘણી બધી કમાણી કરે છે. આમ જ્યારે તેમની કમાણી ની વાત કરવામાં આવે તો કોરોના પછી તેમની કમાણીના આંકડા સામે આવ્યા નથી પરંતુ વર્ષ 2020 સુધીમાં તે કેટલું કમાયા છે તેની માહિતી મળી ગઈ છે અને તે એક કરોડ રૂપિયા છે. આમ વર્ષ 2019 માં પણ તેમની કમાણી એક કરોડ રૂપિયા સુધી જોવા મળી હતી. અને વર્ષ 2018 માં તેમની કમાણી લગભગ 10 લાખ રૂપિયા સુધીમાં હતી, પરંતુ જોવા જઈએ તો તેમના પરિવારે તેની કોઈજ માહિતી આપી નથી.

તેમને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમાં “કહેવતલાલ પરિવાર” અને “બહુ ના વિચાર”, “પપ્પા તમને નહિ સમજાય”. અને તેઓ કોમર્સનું ભણેલા છે. અને તેઓ કોમર્સમાં બેચલર થયેલા છે. તેમની પાસે બે કાર છે. તેમાં તેમની પાસે Audi A4 કાર છે અને BMW છે. અને તેની કિંમત 46.96 લાખ રૂપિયા છે. અને મળેલા એક રિપોર્ટ અનુસાર તેમના માતાપિતા એ કાર આપી છે. અને એ BMW ની કિંમત 1 કરોડ રૂપિયા જેવી છે.

તેમને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે. તેમાં તારક મહેતા ઉલ્ટા ચશ્મા માટે મોસ્ટ પોપ્યુલર ચાઈલ્ડનો એવોર્ડ વર્ષ 2010માં મળ્યો હતો. ત્યારબાદ 2011 અને 2013માં પણ તેમને ઝી ગોલ્ડ એવોર્ડ તરફથી બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે મળ્યો હતો, તથા 2012 અને 2016માં સબ કે અનોખે એવોર્ડ પણ મળ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ એન્ટરટેઈનર નો એવોર્ડ તેમને નિકલડન કિડ્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. અને તે તેઓ 2016માં તેને જીત્યા હતા.

તેમના પિતા વિનોદ ગાંધીનું ગયા વર્ષે જ કોરોના માં મૃત્યુ થઈ ગયું હતું, તેમના માતાનું નામ યશોદા ગાંધી છે અને તે અત્યારે માતા અને દીકરો સાથે રહે છે. તેમના મોટા ભાઈનું નામ નિશ્ચિત ગાંધી છે, તથા તેમને એક બહેન છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી કારણ કે તેમનો પરિવાર મીડિયાથી દૂર રહેવા માગે છે. ભવ્ય ગાંધી એ જ્યારે 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો ત્યારે તેઓ ખૂબ જ વિવાદમાં આવી ગયા હતા, અને તેમની ખૂબ જ ચર્ચા થઈ હતી. ત્યારબાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુનો કિરદાર રાજ અનડકટે નિભાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!