આ ગુજરાતી યુવાન ની કમાલ છે વોટસએપ રીએક્શન ઇમોજી ટૂલ ! મેટા કંપની મા નોકરી કરે છે અને મુળ અમદાવાદ..
ગુજરાતીઓ આજે અનેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, ત્યારે આજે આપણે એક એવા ગુજરાતી વિશે વાત કરીશું, જેના દ્વારા લોકોને વોટ્સએપમાં મેસેજ પર રીએક્ટ કરવા ઈમોજી ઉપયોગ કરી રહ્યા છે. આ ફીચર બનાવનાર યુવાન ગુજરાતી છે. ચાલો અમે આપને આ ગુજરાતી યુવાન વિશે વધુ માહિતગાર કરીએ. ખરેખર જ્યારે આ વાત જાણવા મળે કે, આ કાર્ય પાછળ એક ગુજરાતીનો હાથ છે ત્યારે સૌ કોઈને ગર્વ થાય છે.
અમદાવદ શહેરના મેમનગરમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી અને મૂળ અમદાવાદનો યુવક વિદિત મણીયાર હાલ મેટા કંપનીમાં ટા કંપનીમાં સોફ્ટવેર એન્જીનયર તરીકે નોકરી કરે છે. તેણે 9થી 12 ધોરણ સુધી એચ.બી કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ધોરણ 12 સાયન્સ કર્યા બાદ તેણે ગાંધીનગરથી એન્જીનયરિંગ કર્યું હતું. એચ. બી કાપડિયા સ્કૂલમાં જ વિદિતને પહેલા નોકરી મળી હતી.
પહેલા તે શિક્ષક તરીકે ફિઝિક્સ ભણાવતો હતો. અભ્યાસ બાદ પેયપલ કંપનીમાં 5 વર્ષ સુધી નોકરી કરી. ગત વર્ષે વિદિત મેટાકંપનીમાં સોફ્ટવેર એન્જીનયર તરીકે જોડાયો હતો. અત્યારે તે USના કેલિફોર્નિયામાં રહે છે. હાલમાં જ વોટસએપમાં મેસેજ પર રીએક્ટ કરવા ઇમોજી આવ્યા છે. આ અપડેટ લાવવા માટે વિદિતે પ્રોજેકટ રિએક્શન ટીમ સાથે પણ કર્યું હતું.
વિદિતને વોટસએપ પહેલાથી જ તેને ગમતું હતું. વૉટસએપના પ્રોજેકટ રીએક્શનમાં પણ કામ કરવાનો ગર્વ છે કે, આ પ્રોજેકટ પર કામ કર્યું છે. ખાસ વાત એ છે કે, વિદીત પર આજે સૌ કોઈ ગર્વ અનુભવે છે, ત્યારે તે જે સ્કૂલમાં ભણેલો છે તે લોકોનું કહેવું છે કે, અમારો વીદ્યાર્થી આજે મેટા કંપનીમાં છે. સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ સફળતા મેળવીને આજે અનેક સારી જગ્યા પર છે અમે હજુ ઇચ્છીએ છે કે, અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે અને પ્રગતિ કરે અને સ્કૂલનું નામ, ગુજરાત અને દેશનું નામ રોશન કરે.