વડોદરામાં મોનીટરીંગ ટીમનો સપાટો! કારેલીબાગ એસ્ટેટમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી દારૂ અધધધ.. આટલો દારુ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે હંમેશા કાર્યરત રહે છે. જેમાં દ્વારા નશાબંધીને રોકવામાં સતત પ્રત્યન રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગાંધીંનગરથી સ્ટેટ મોનિટરિંગ થાય છે.
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના SP તરીકે IPs નિર્લિપ્ત રાયનીપસંદગી કરવામાં આવેલ છે. નિર્લિપ્ત રાય ગુજરાતના IPS લોબીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 4 વર્ષ જેટલો સમય ફરજ નિભાવ્યો છે. અમરેલી જિલ્લામાં વર્ષ 2018માં બીટ કોઈન કાંડમાં એ વખતના ખુદ એસપી જગદીશ પટેલની સી.આઈ.ડી.ક્રાઇમએ ધરપકડ કરી હતી. અને અમરેલી પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા.
ત્યારબાદ, અમરેલી જિલ્લાના ગુનેગારો અને ભ્રષ્ટાચારી પોલીસની શાન ઠેકાણે પાડવા SP નિર્લિપ્ત રાયનો ઓર્ડર થયો, પોણા 4 વર્ષ દરમ્યાન ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તમામ લોકોને જેલ ભેગા કરી દીધા, અનેક ગુનાખોરી કરનારા તત્વો અમરેલી છોડી અન્ય વિસ્તારમાં ભાગી ગયા. હવે તેઓ ગાંધીનગરથીસ્ટેટ મોનિટરિંગ સેલની દેખરેખ રાખે છે, ત્યારે તેમના દ્વારા સતત ગુજરાતના તમામ શહેરોમાં તેમની ટિમ કમાગીરી બજાવે છે, ત્યારૅ હાલમાં જ વડોદરા શહેરમાં ટિમ સપાટો બોલાવેલ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કારેલીબાગ એસ્ટેટમાં આવેલી ભાવના રોડલાઇન્સની ઓફિસમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા, એક તરફ સ્થાનિક પોલીસ આ વાતથી અજાણ રહે છે, ત્યારે સેલ ટિમ દ્વારા આ કરું કરવામાં આવ્યું. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. અનેક સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી છતાં સ્થાનિક પોલીસે દારૂબંધીની અમલવારીની કામગીરી યોગ્ય રીતે કરતી નથી.
આજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ઓફિસ કમ ગોડાઉનમાં દરોડો પાડ્યો છે. દરોડામાં દારૂની પેટીઓ મળી હોવાનું સામે આવ્યું છે.જલારામ એસ્ટેટમાં ભાવના રોડલાઇન્સ આવેલી છે કંપની ટ્રાન્સપોર્ટેશનની કામગીરી સાથે સંકળાયેલી છે. આજે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડતા 60 જેટલી દારૂની પેટીઓ મળી આવી છે. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દારૂ પકડી પાડીને ક્યાંથી લાવવામાં આવ્યો છે, અને ક્યાં લઇ જવાનો હતો સહિતની માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.