સુરેન્દ્રનગર જીલ્લા મા આકાશ મા જોવા મળી અદ્ભુત ઘટના ! લોકો મા ભય સાથે કુતૂહલ સર્જાયુ…
રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે ત્યારે ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક વીજળી પડવાની ઘટના પણ આવી રહી છે ત્યારે હાલ સુરેન્દ્રનગરમાં એક અદ્ભુત ઘટના જોવા મળી હતી. જેમાં વિદેશમાં જેવો જોવા મળતો વંટોળિયો સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ પણ સર્જાયો હતો.
આ ઘટનાની વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના અનેક ગામડાઓ જેમાં ખાસ કરીને વિઠલગઢ જ્યોતિપરા અને આસપાસના ગામો મા આકાશમાંથી એક સફેદ કલરનો મોટો વંટોળિયો ત્રાટક્યો હતો જે ઘણચ વિચિત્ર હતો આ જોતા જ લોકોએ આ ઘટનાને પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી હતી જ્યારે ઘણા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
આ વંટોળિયો એટલો ભયાનક હતો કે વંટોળીયાના કારણે જ્યોતીપુરા ગામ ખાતે કાચા મકાનોને ઘણું નુકસાન પહોંચ્યું હતું જ્યારે બે વીજપોલ પડી ગયા હતા અને આ વંટોળિયા ના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી મોટાભાગે આ પ્રકારના વંટોળિયા વિદેશોમાં જોવા મળતા હોય છે જ્યારે હવે ગુજરાતનાં ગામડાંઓમાં પણ આવા વંટોળીયા જોવા મળી રહ્યા છે.
મુખ્યત્વે આવી ઘટનાઓ ચોમાસામાં વધુ જોવા મળી રહી છે જ્યારે હાલ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે વલસાડમાં ભારે વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઇ શકે છે.