તારક મહેતાના “નટુકાકા” ની આ એક ઈચ્છા અધૂરી રહી ગઈ ! જેઠાલાલની ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ની નવી દુકાનમાં…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ સીરિયલ ઘણા સમયથી ચાલી રહી છે, અને તેને દરેક લોકોએ ઝઘડી પણ રાખ્યા છે પરંતુ છેલ્લા ઘણા બધા સમયથી આ શો ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. આ શોમાં ખૂબ જ અફવાઓ ઊડી રહી છે અને અમુક માહિતી સાચી માં જોવા મળી રહી છે આમ થોડા મહિના પહેલાં જ નવા દયાભાભી જોવા મળશે તેવું લોકોએ જણાવ્યું હતું અને આ સીરિયલમાં કામ કરનારા શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ આ શો છોડી દીધો હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. અને અત્યારે આવી રહેલા એપિસોડમાં જેઠાલાલ ની નવી દુકાન દેખાડવામાં આવી છે અને આ દુકાનમાં સમગ્ર ગોકુલધામ નો પરિવાર ઉત્સાહ માં આવી ગયો છે, અને તેમાં પણ જેઠાલાલની આ દુકાન કઈ જગ્યાએ આવી છે? તેવો પણ સવાલ દર્શકોના મનમાં ઊભો થયો હતો. અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ને પણ આ નવી દુકાનમાં કામ કરવું હતું, તેવી તેમની ઇચ્છા હતી પરંતુ તેમની આ ઇચ્છા પૂરી ન થઈ શકી.
જેઠાલાલ ની નવી દુકાન ક્યાં આવેલી છે તેઓ સમગ્ર દર્શકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે ત્યારે તે મુંબઇની ફિલ્મ સિટીમાં જ બનાવવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે અને તેનો આખો સેટ પણ મુંબઈની ફિલ્મ સિટીમાં જ બનેલો છે. આમ આ દુકાન પણ આ જ જગ્યાએ બનાવી દેવામાં આવી છે જેથી શૂટિંગ કરવામાં તે લોકોને કોઈ જ તકલીફ પડે નહીં. અત્યાર સુધી ગડા ઇલેક્ટ્રોનિકની જે દુકાન સીરીયલ માં બતાવવામાં આવતી હતી તે ખરેખર રીયલ દુકાન હતી, અને તે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી હતી, અને તેમના માલિક નું નામ શેખર ગડિયાર છે તેવી માહિતી પણ મળી હતી.
આસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બે વર્ષના આ સમયગાળામાં ઘણું બધું બદલાઈ ગયું છે, અને કોરોના ના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્યારે લોકડાઉન ના સમયે શૂટિંગ ચાલતું હતું અને જ્યારે દરેક વસ્તુ ખૂલી ત્યારે સાવચેતી સાથે જ અમે શૂટિંગ કરતા હતા. પરંતુ જેઠાલાલની જે દુકાન જે વિસ્તારમાં આવેલી છે તે વિસ્તાર ખૂબ જ ભરચક રહેતો હતો અને અમને ત્યાં શૂટિંગ કરતી વખતે પણ ખૂબ જ તકલીફ પડતી હતી. અને તેઓએ જણાવ્યું હતું કે અમે જ્યારે આ ભરચક વિસ્તારમાં શૂટિંગ કરવા માટે જતા હતા ત્યારે લોકો ડરી જતા હતા કે અમારા કારણે કદાચ તે લોકોને કોરોના ન થઈ જાય. આમ અમને ખૂબ જ મુશ્કેલી પડવાના કારણે જ અમે ગોકુલધામ સોસાયટી જે ફિલ્મ સિટીમાં બનાવવામાં આવી છે તે જ જગ્યાએ નવો સેટ બનાવવામાં આવે.
દિલીપ જોશી એટલે કે જેઠાલાલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને પહેલા નટુકાકા ને યાદ કર્યા અને તેમને જણાવ્યું કે અમે સમગ્ર ટીમ સાથે આ દુકાનમાં આવ્યા ત્યારે તરત જ બધાને નટુકાકા ને યાદ કર્યા હતા, કારણકે નટુકાકાની આ નવી દુકાન માં શૂટિંગ કરવાની ખૂબ જ ઈચ્છા હતી, અને તેઓ જણાવતા હતા કે જે જૂની દુકાન છે તે મને ખૂબ જ દૂર પડે છે તેથી તમે અહીં જ આ ફિલ્મ સિટીમાં જ નવી દુકાન બનાવો જેથી બધાને જ આવવામાં સગવડતા રહે. આમ અમે બધાએ જ નટુકાકા ને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે નટુકાકા નસીબમાં અહીં શૂટિંગ કરવાનું લખ્યું નહીં હોય તેથી તે જ્યાં પણ હશે ત્યાં આપણે તેમને જોઈને ખૂબ જ ખુશ થશે અને આપણને આશીર્વાદ આપશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના શોના જેઠાલાલ ની દુકાન નો નવો સેટ ઊભો કરવામાં આવ્યો છે, અને આ સેટ ફિલ્મસિટીમાં જ બનાવવામાં આવ્યો છે, તેમજ અહીં અબ્દુલ ની દુકાન, સોઢી નું ગેરેજ તથા તારક મહેતા ની ઓફિસ નો પણ સેટ આ જગ્યાએ બનાવવામાં આવ્યો છે. તથા આ જગ્યાએ દુકાન ન હતી તેથી જેઠાલાલ ની દુકાન પણ અહીં જ બનાવી દેવામાં આવી છે. આમ આ જગ્યાએ દરેક લોકોના સેટ હોવાથી કોઇને કોઇ જ પ્રકારની અગવડતા પડતી નથી. આસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે હવે નટુકાકાના રોલને કોઈ જ રિપ્લેસ કરી શકશે નહીં.