વડોદરા : ગાંડાની જેમ પોતાની બહેન પર ચપ્પુ લઇને ટુટી પડ્યો ભાઈ ! જોત જોતામા 11 ચપ્પુ ના ઘા માર્યા
વડોદરાના ખટંબા વિસ્તારમાં ખૂબ જ ખતરનાક વીડિયો સામે આવ્યો છે, તેમાં આર્થિક સંકડામણને કારણે એક ફોરેન્સિક સાયન્સ માં અભ્યાસ કરનાર યુવકે કોઈ કારણસર પોતાની બહેન તથા માતાને ચપ્પુના અસંખ્ય ઘા માર્યા હતા. જ્યારે ભાઈએ પોતાની માતા અને બહેન ઉપર હુમલો કર્યો હતો ત્યારે તેઓને ખૂબ જ ઈજા પહોંચી હતી, અને તે લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલ તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવ્યા હતા. ભાઈ જાહેરમાં પોતાની બહેનને ચપ્પુના ઘા મારે છે, તે વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને તેમાં તે એટલી હદે નફફટ બને છે કે તે વિડિયો ઉતારતા લોકોને પણ ખૂબ જ ખરાબ ઇશારા કરે છે.
આ કિસ્સો ખટંબા ખાતે આવેલ ક્રિષ્ના દર્શન વિલા માં બન્યો હતો. તેમાં રહેતા 48 વર્ષના સૈનિ એલેક્સ અબ્રાહમ મલિકને સંતાનમાં બેન નામનો 24 વર્ષનો એક દિકરો અને નાની 21 વર્ષની દીકરી છે. બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અને તેમની દીકરી બી ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અને તેમના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે.
સમગ્ર માહિતીમાં તેમની માતાએ જણાવ્યું હતું કે 18મી તારીખે ચાર વાગ્યે તેમનો દીકરો તેમને ખૂબ જ ગુસ્સામાં લાગી રહ્યો હતો, અને ઘરમાં તેમને ખૂબ જ આર્થિક સંકળામણ હતી તેથી તેમનો દીકરો માનસિક તણાવમાં આવી ગયો હતો. અને તેના આધારે તેને પોતાની માતા ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો, અને મોટે મોટે થી બોલવા લાગ્યો હતો. આમ તેને સમજાવ્યો તેમ છતાં તે બિલકુલ મળ્યો ન હતો અને તેને ગુસ્સો કરવાનું પણ ઓછું કર્યું ન હતું ત્યારે તેની માતાએ પોતાની દીકરીને ફોન કરીને બોલાવી હતી.
માતાનો ફોન આવતા જ દીકરી ઘરે આવી અને ભાઈને ગુસ્સો ન કરવા માટે જણાવ્યું હતું, પરંતુ ભાઈએ બહેન ઉપર ખૂબ જ ગુસ્સો કર્યો હતો અને તેને રોડ પર સૂવડાવીને ચપ્પુના ઉપરા છાપરી ઘા માર્યા હતા. આમ ચપ્પુના ઘા વાગવાથી તેની બહેન ખૂબ જ ચીસો પાડી રહી હતી, અને તેને બચાવવા માટે જ્યારે તેની માતા ગઈ ત્યારે તેની માતાને પણ ચપ્પુના ઘા મારીને ઈજાઓ પહોંચાડી, અને તે એટલો બધો ગુસ્સામાં હતો કે તેને લોકોના ઘરના કાચ પણ તોડી નાખ્યા હતા. આમ આ હુમલાના કારણે આસપાસના પાડોશી આવી ગયા હતા અને તેઓએ તાત્કાલિક 108ને બોલાવી હતી અને માતા તથા દીકરીને સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
વડોદરામાં નિર્દયી ભાઈની કરતુત CCTVમાં કેદ
ખટંબામાં ભાઈએ જ બહેનને છરીના ઘા માર્યા
ક્રિષ્ણા દર્શન વીલામાં ભાઈની હરકતો CCTVમાં કેદ#Vadodara #Gujarat pic.twitter.com/6MWlKaPgIp
— News18Gujarati (@News18Guj) June 22, 2022
જ્યારે તેઓ હોસ્પિટલ ગયા ત્યારે શાકભાજીના ચપ્પુ વડે બહેનને પેટમાં તથા પગના ભાગે 14 થી 15 મીમી ઊંડા ઘા માર્યા હતા. માતા અને બહેનની જ્યારે સારવાર થઇ ગઇ હતી ત્યારે તેઓ પોતાના વતન દમણ જતા રહ્યા હતા, અને આમ આ પ્રકારની સમગ્ર ઘટનાને કારણે પોલીસે હત્યાની કોશિશ કરવાનો ગુનો નોંધ્યો હતો, અને આ કેસમાં આઈપીસી 323 અને 326 દ્વારા મારામારી નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.