મોરબીના હસીનાબેન ધર્મ નો ભેદભાવ કર્યા વગર અત્યાર સુધી મા 400 થી વધુ મૃતદેહ ની અંતિમ વિધી કરી , મુસ્લિમ મહિલા હોવા છતા..
આજે આપણે એક ખૂબ જ સરહાનીય અને પ્રેરણાદાયી ઘટના વિશે માહિતગાર કરીશું. કહેવાય છે ને કે, માનવ સેવા એજ પ્રભુ સેવા. આ વાક્યને સાર્થક કરી રહ્યા છે મોરબીના હસીનાબેન! જેઓ ધર્મ નો ભેદભાવ કર્યા વગર અત્યાર સુધીમાં 400 થી વધુ મૃતદેહ ની અંતિમ વિધી કરી , મુસ્લિમ મહિલા હોવા છતા, પણ તેઓ હિન્દૂ લોકોની પણ અંતિમ વિધિની દેખરેખ રાખે છે. આ ઘટના વિશે સંપુર્ણ માહિતી જાણીએ કે આખરે આ મહિલા કોણ છે અને શા માટે આવું કામ કરે છે, તે જાણીશું.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દરમિયાન મૃત્યુ પામતા હતભાગીઓની એકદમ નજીક જઈને એક પરિવારજનની જેમ જ પુરા આદર-માન સાથે ડેડબોડીની અંતિમવિધિ કરે છે. જીવન જોખમે નિ:સ્વાર્થ ભાવે સેવા કરીને માનવતાની જ્યોત અખંડિત રાખી રહ્યા છે.મોરબીની સવિલ હોસ્પિટલમાં વર્ષોથી દર્દીઓની સેવા કરતા આ મહિલાનું નામ હસીનાબેન છે. તેમણે કોરોનાની મહામારી વચ્ચે માનવતાની જ્યોતને પ્રગટાવી હતી. કોરોનાની પરિસ્થિતિ આપણને સૌ કોઈને યાદ છે.
કંઈ રીતે વ્યક્તિઓ પોતાના જ પરિવારજનોને સ્પર્શ કરવામાં અચકાતા હતા. એવી પરિસ્થિતિમાં આ બહેન કોરોના કાળ દરમિયાન. મૃતદેહને સ્મશાને લઈ જવા માટે પેક કરવી, ફુલહાર તથા તેનો મોતનો મલાજો જળવાઈ તેવી તમામ વિધિ હસીનાબેન જીવન જોખમે નિ:સ્વાર્થભાવે કરી હતી.આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે બોડીને પેક કરવામા આવતી હતી અને આ કામ ખૂબ જ કપરું અને જોખમી હોવા છતાં તેઓએ જીવન જોખમે જાતે જ ડેડબોડીને પેક કરીને તેમજ ફુલહાર ચડાવી પરિવારજનની જેમ પગે લાગીને અંતિમ વિધિ માટે સોંપતા હતા.
હસીનાબેનએ સિવિલ હોસ્પિટલમાં છ કોવિડથી મૃત્યુ પામેલા 400 જેટલા લોકોની અંતિમવિધિ કરી હતી. જેમાં મૃતકોના કપડાં બદલવા, ત્યાં આસપાસ સફાઈ કરવી અને કફન પહેરાવી આખેઆખી બોડી પેક કરવી એ કામ ભલભલાને ધ્રુજાવી આવી જાય એવું છે કારણ કે સંક્રમિત થવાનો બધાને ડર હોય છે.
ખાસ વાત એ કે તે સંક્રમિત લોકોની નજીક હોવા છતાં પણ બેથી ત્રણ વખત ટેસ્ટ કરાવ્યો પણ ત્રણેય વખત નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો અને ખરેખર આ ઈશ્વરનો જ ચમત્કાર છે. આ જગતમાં દરેક વ્યક્તિ પોતાના માનવતાના ધર્મ દ્વારા જ ઓળખાય છે.