અમદાવાદ મા આ જગ્યા પર મોંઘીદાટ બ્રાન્ડ નો ડુપ્લીકેટ દારુ બનાવવા આ આવતો હતો.
આમ તો ગુજરાત મા દારૂબંધી છે પરંતુ ગુજરાત ના અનેક શહેરો મા ક્યાય ને ક્યાય દારુ પકડાયો હોય તેવા બનાવો સામે આવતા જ હોય છે અને એમા પણ ખાસ કરીને મોટા શહેરો મા ઇંગ્લીશ દારુ નુ ખરીદ વેચાણ ખુબ મોટા પાયે થય રહ્યુ છે જેમા ખાસ કરી ને મોંઘીદાટ બ્રાન્ડ નો દારુ ક્યાય ને ક્યાય પકડાયા ની ઘટના સામે આવે છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ મા સામે આવી છે જેમા મોંઘીદાટ બ્રાન્ડ નો દારુ ડુપ્લીકેટ બનાવાતો હતો.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરના માણેકબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં બનાવટી દારૂ બનાવામાં આવતો હતો જેમા કેમિકલ ની મદદ થી ડુપ્લીકેટ દારુ બનાવવા મા આવતો હતો જેમા ખાસ કરી ને મોંઘીદાટ બ્રાન્ડ જેવી કે બ્લેક લેબલ, ટીચર્સ, હાઈલેન્ડર, અબસુલેટલ, વોડકા કે પછી કોઈ પણ પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ બનાવવા મા આવતો હતો જ્યા PCBએ રેડ કરીને ડુપ્લિકેટ દારૂનું રેકેટ ઝડપી પાડ્યું છે.
આ ઘટના મા વધુ મા જાણવા મળ્યુ હતુ કે ડુપ્લીકેટ મોંઘીદાટ બ્રાન્ડ નો દારુ બનાવવા માટે ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજો ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનીટોમાં સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં હતાં. આવા દારુ નુ વેંચાણ બુટલેગર ખાસ કરીને માણેકબાગ વિસ્તાર મા જ થતુ હતુ. ગ્રાહક ભલે મોંઘી બ્રાન્ડ ના દારુ નો શોખીન હોય પરંતુ તેને મોંઘીદાટ બ્રાન્ડ ની બોટલ મા સસ્તો કેમીકલ યુક્ત દારુ જ પધરાવા મા આવતો હતો.
PCB એ આ ઘટના સ્થળ પર બાતમી ના આધારે રેડ કરી હતી જેમા માણેકબાગ પાસે આવેલા અભિલાસ એપાર્ટમેન્ટના S2 ફ્લેટમાં અંદર નો નજારો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને અંદર દારુ બનાવવા નુ કામ ચાલુ હતુ અને જ્યારે પોલીસે આ જગ્યાએથી કુણાલ મચ્છરની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે જોડાયેલા અભિષેક મોદી અને ધર્મેશ કાચો વોન્ટેડ છે. આ ઉપરાંત ફ્લેટ ની અંદર થી ખાલી બોટલો અને મુદ્દામાલ મળી આવ્યો હતો.