વડોદરામાં ચાલુ વરસાદમાં જ પોલીસ કર્મીના માથા ઉપર પડયું મોટું જબ્બર ઝાડ, પોલીસ કર્મીનું થયું દર્દનાક મોત
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં અલગ અલગ શહેરોમાં વરસાદ પણ પડવાનો શરૂ થઈ ગયો છે. વરસાદની સાથે સાથે ભારે પવન પણ વિવિધ વિસ્તારોમાં ફૂંકાઇ રહ્યો છે તેમ વડોદરા શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડયો હતો, અને તે જ વખતે શહેરના અજબડી મીલ પાસે એક્ટિવા ઉપર એક પોલીસ જવાન પસાર થઈ રહ્યા હતા. અને તે જ વખતે એક મોટું ઝાડ તેમની ઉપર પડતા જ તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આમ જ્યારે આ બનાવ બન્યો હતો તે જ વખતે આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા અને તેમની ઉપર ઝાડ પડી ગયું હતું, તેજ વખતે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ લગભગ સાંજના છ વાગ્યાની આસપાસ શહેરમાં ખૂબ જ ભારે પવન ફૂંકાયો હતો, અને અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો આમ અજબડી મીલ રોડ ઉપર એકટીવા લઈને એક પોલીસ કર્મી પસાર થઈ રહ્યા હતા, અને તેઓ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમનું નામ અમરસિંહ ગોરધનભાઈ રાજપૂત છે જ્યારે તેઓ પસાર થતા હતા, તે જ વખતે ભારે પવનના કારણે તેમના માથા ઉપર ઝાડ પડી ગયું હતું, અને તેમણે માથા ઉપર ખૂબ જ ગંભીર ઇજાઓ થઇ ગઇ હતી અને તેના જ કારણે તેમનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે સ્થાનિક લોકોને થઈ ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયા હતા પરંતુ તે ઝાડ નું વજન ખૂબ જ હોવાથી તે લોકો ઝાડને ઉઠાવી શક્યા ન હતા તેથી જ તેમને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા જ એકટીવા ઉપરથી ઝાડને દૂર કર્યો હતો, અને પોલીસકર્મી ખૂબ જ લોહી લુહાણ થઇ ગયા હતા, આમ તેમને તૈયારીમાં જ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબોએ જણાવ્યું હતું કે તેઓ મૃત્યુ પામ્યા છે
જ્યારે આ ઘટના બની ત્યારે પાણીગેટ પોલીસ સ્ટેશન સહિત શહેરના વિવિધ પોલીસ તંત્રમાં ખૂબ જ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, અને બીજી તરફ જ્યારે આ બાબતની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી ત્યારે તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરંતુ તેમને જાણવા મળ્યું હતું કે તેમનું મૃત્યુ થઈ ગયું છે, આમ તેમના પરિવારજનો પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા, અને હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહીને હાથમાં લીધી છે.