21 વર્ષથી છૂપીને બેઠેલા ખૂંખાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચએ ફિલ્મી ઢબે પકડ્યો ! ઓપરેશન “ઘોસ્ટ” એવી રીતે પાર પાડયું કે
આજકાલ વિવિધ શહેરોમાં અલગ-અલગ પ્રકારના ક્રાઇમ ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ સુરત સીટીની વાત કરીએ તો સુરતમાં દિવસે કોઈ ને કોઈ ક્રાઇમ થતો જોવા મળે છે. તેમજ સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરત શહેરને ક્રાઇમ ફ્રી બનાવવાની એક લીધી છે. અને સુરતના શહેરીજનોને પણ જણાવ્યું છે કે હું સુરત ને ક્રાઇમ ફ્રી શહેર બનાવીને રહીશ. અને તેના આધારે આજુબાજુ ફરતા અને નાસતા ફરતા આરોપીઓ ની યાદી બનાવી છે, અને તેમને ઝડપી પાડીને ન્યાયતંત્ર સુધી પહોંચાડવાની કામગીરી કમિશનરે હાથ ધરી છે.
તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. અને આ પ્રકારના ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તેના આધારે જ હથિયાર સાથે ચાર ચાર ખુનની કોશિષ, લૂંટ, ધાડ જેવા અલગ-અલગ ગુનાઓમાં ફસાયેલ પ્રવીણ રાઉત ઘણા બધા લાંબા સમયથી ભાગતો ફરતો હતો. અને આમ સુરત ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ તેને ટાર્ગેટ બનાવીને તેમના નેજા હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ તથા તેમના સાથી કર્મચારીઓની ટીમ બનાવીને તેને પકડી પાડવા માટે ‘ઘોસ્ટ’ નામનું ઓપરેશન હાથ ધર્યું હતું.
જ્યારે સુરતના કમિશ્નર સુરત ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર બાબત જણાવી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને શોધવા માટેની દરેક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને તેના દરેક બાબતોની તપાસ કર્યા બાદ તેઓને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી પોતાના વતન બિહારમાં ગોરમા ગામમાં સંતાઈને બેસેલો છે. અને જ્યારે આ સમગ્ર માહિતી પોલીસને મળી ત્યારે તેનું ધ્યાન રાખવા માટે એક વોચ ગોઠવવામાં આવી હતી, અને બિહારના રાજ્ય પોલીસની STF 1 બ્રાંચની મદદ મેળવવામાં આવી હતી, તેમની સાથે જ ત્યાં જ ધામા નાખવામાં આવ્યા હતા અને તેઓને સતત કરવામાં આવેલા પ્રયત્નો દ્વારા આ ઓપરેશન ઘોસ્ટ હેઠળ અપરાધીને પકડી પાડવામાં આવ્યો હતો.
પ્રવિણ રાઉત ને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સહિતની તે લોકોની ટીમ આઠ દિવસ સુધી તેના ગામમાં રોકાઈ હતી, અને ત્યાં તેની પાછળ રેકી કરી હતી. તેમજ અલગ અલગ પોલીસ અધિકારીઓએ ફ્રુટની લારી ચલાવવાનો તથા બિહારી કપડાં પહેરીને તેઓ અલગ-અલગ વેશ ધારણ કરીને બિહારમાં તેના ગામમાં જ રહ્યા હતા અને તેને પકડી પાડવામાં તેઓને આખરે સફળતા મળી હતી.
જ્યારે ક્રાઇમ પોલીસના અધિકારીઓએ આરોપીને પકડી લીધો હતો ત્યારે આરોપી પોતાની ગેંગ અને બિહારમાં બેસી ને ફોન કરીને તેઓને ઓપરેટ કરવાનું કામ કરતો હતો તેવું જાણવા મળ્યું હતું, તથા ગુજરાતનો લૉરેન્સ બિશ્નોઈ બનીને તે સામે આવ્યો હતો. અને આરોપીના કારણે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા તથા તેનો ભોગ બનેલા વેપારીઓને પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તમે અમારી સામે આવો અને આરોપી સામે ફરિયાદ કરો. અને તેમને એવું પણ જણાવ્યું હતું કે સુરત પોલીસ હંમેશા તમારી સાથે જ રહેશે. અને ત્યાં એવી પણ ચર્ચા કરવામાં આવી રહી હતી કે આરોપી છેલ્લા છ વર્ષથી પોલીસથી દુર ભાગતો રહેતો હતો, અને જ્યારે આ ઓપરેશન ઘોસ્ટની તેને માહિતી ન હોવાથી જ તે પકડાઈ ગયો હતો.